નર્મદા ડેમમાથી આવતી કાલે સવારે 6-00 કલાકે 2 લાખ કયુસેક સુધી પાણી છોડાશે…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમમાથી પાણી છોડવાની જાહેરાત કરાઇ

નર્મદા -ભરૂચ અને વડોદરા જીલ્લાના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરવાની સુચના

નર્મદા ડેમની જળસપાટી સાજે 7 કલાકે 129.08 મીટરે નોધાઇ

નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો જેથી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આજરોજ ડેમ માથી 1 લાખ કયુસેક થી 2 લાખ કયુસેક સુધી પાણી છોડવાની સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો થતાં આજે સાંજના 7-00 કલાકે 119.08 મીટરે નોધાઇ હતી. ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઓમકારેશ્વર ડેમમાથી પાણી છોડતા જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો. જેના પગલે નર્મદા નદીમા પાણી છોડવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી રહી છે.

આવતી કાલે એટલે કે તા 26 મી ના રોજ સવારે 6-00 કલાકે ડેમમાથી પાણી છોડવાની શરૂઆત કરાસે, ડેમમાથી 2 લાખ કયુસેક પાણી લગભગ જોડાવાનું હોય ને નર્મદા જિલ્લા, ભરૂચ જીલ્લા અને વડોદરા જીલ્લાના નર્મદા કાંઠાના ગામને એલર્ટ કરવાની સુચના નિગમ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડેમ ખાતે સાંજના 7 -00 કલાક સુધી 1.15 લાખ કયુસેક પાણીની આવક થઇ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here