નર્મદા ડેમની જળ સપાટીમા થતો સતત વધારો જળસપાટી118.39 મીટરે પહોંચી

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

છેલ્લા આઠ દિવસ મા જળસપાટી મા 1.25 મીટર નો નોંધનીય વધારો

આજરોજ ડેમ ખાતે પાણી ની આવક મા ધટાડો નોધાયો પાણી ના 18597 કયુસેક ઇનફલો સામે 4406 કયુસેક પાણી નો આઉટ ફલો

નર્મદા ડેમ ખાતે હાલ 4402.37 MCM પાણી નો જથ્થો સંગ્રહિત

રાજય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાઈ રહ્યો છે, નર્મદા ડેમ શા કેચમેનટ એરિયામાં વરસાદ થતા ડેમ ખાતે પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ 116.39 મીટર ના લેવલે પહોંચ્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

નર્મદા ડેમ ના ઉપરવાસ માંથી પાણી ની આવક થતાં ડેમ હાલ આજરોજ સાંજે 5 કલાકે 116.39 મીટર ની સપાટીએ પહોંચ્યો હતો. ડેમ ની જળસપાટી મા પ્રતિ કલાકે સતત વધારો નોધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન ડેમ ની જળસપાટી મા 0.21 મીટર નો વધારો નોંધાયો છે. તા 20 ના રોજ ડેમ ની જળસપાટી 115.14 મીટર ની નોંધાઈ હતી જેમા આજની સ્થિતિ એ 1.25 મીટર નો વધારો થયો છે.

હાલમાં નર્મદા ડેમ ખાતે પાણી ની આવક મા ગતરોજ કરતા આજે ધટાડો થયો હતો , ગતરોજ 22303 કયુસેક પાણી ની આવક થઇ હતી જયારે આજરોજ 18597 કયુસેક થઇ રહી છે જેની સામે આઉટફલો 4406 કયુસેક પાણી નો થઇ રહેલ હોવાનું જાણવા મળ્યું છે. ડેમ ખાતે આજની સ્થિતિ એ 4402.37 મેટ્રિક કયુબીક મીટર પાણી નો જથ્થો સંગ્રહિત છે.જે સમગ્ર ગુજરાત ને પાણી પહોચાડવા માટે પુરતાં પ્રમાણ મા હોય વરસાદ ન પડે તોય ડેમ ખાતે પાણી ન ખુટે એવી હાલની સ્થિતિ છે.જોકે હજી વરસાદ વરસતા ડેમ ની સપાટી મા વધારો થસે એ ચોકકસ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here