કોવિડ-૧૯ ના કારણે અવસાન પામેલ હોય તેવા નર્મદા જિલ્લાના કલાકારોને આર્થિક સહાય માટે જરૂરી વિગતો મોકલવા અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી કોવિડ-૧૯ મહામારીના કારણે જે કલાકારોએ નૃત્ય, નાટ્ય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિક્સ જેવી એક કે વધુ કલાના ક્ષેત્રોમાં ઓછામાં આછુ ૧૦ વર્ષનું કે તેથી વધુ યોગદાન આપેલ હોય, જેઓની વાર્ષિક આવક મર્યાદા રૂા.૨ લાખ સુધીની હોય અને કોવિડ-૧૯ ના કારણે અવસાન પામેલ હોય તેવા નર્મદા જિલ્લાના કલાકારોની વિગતો તેઓના પરિવારના સભ્યો દ્વારા જિલ્લા રમત-ગમત કચેરી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને મરણ જનાર કલાકારનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઉંમર, મરણ સર્ટીફિકેટ, કલાકાર હોવાના પુરાવા અને આવકના દાખલા સાથે ડોક્યુમેન્ટ તા.૩૦/૦૭/૨૦૨૧ ને બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે.

કલાકારનું મૃત્યું કોરોનાના કારણે જ થયેલ હોવું જોઇએ આર્થિક સહાય ચુકવવાની મંજુરી મળશે તો જિલ્લા રમત ગમત કચેરી આપને જાણ કરશે જેની, નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજપીપલા- જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકાર ની સરકારી સહાય રાજય ના તમામ જીલ્લા મા ઉપલબ્ધ કરાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here