નર્મદા જીલ્લામા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ટાંણે અધિકારીઓને વિશિષ્ટ પાવર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ચૂંટણી અધિકારીશ્રીઓ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને ઝોનલ અનામત ઝોનલ અધિકારીશ્રીઓને “ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ” તરીકે ની સત્તા

નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય હેતુથી નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ચૂંટણી માટે નિમવામાં આવેલ મેજીસ્ટેરિયલ પાવર્સ ન ધરાવતા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ અને અનામત ઝોનલ અધિકારીશ્રીઓને જે વિસ્તાર માટે નિમણૂંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે નિમણૂંકની તારીખથી તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી વિશિષ્ટ પાવર્સ કરતી જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અધિકારીઓને જે સત્તા અપાઈ છે તેમા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ-૨૧ મુજબ “ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ” તરીકેના અધિકારો એનાયત કર્યાં છે.

તદ્દઅનુસાર, ઉક્ત હુકમથી એનાયત કરાયેલા અધિકારોમાં કલમ-૪૪ અન્વયે મેજીસ્ટ્રેટે પકડવા બાબત (Arrest by Magistrate), કલમ-૧૦૩ અન્વયે પોતાની હાજરીમાં જડતી લેવાની મેજીસ્ટ્રેટની સત્તા (To direct search in his presence), કલમ-૧૦૪ અન્વયે થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા (Power to impound any documents and things), કલમ-૧૨૯ અન્વયે મુલકી દળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવા બાબત (Dispersal of assembly by use of civil force) ) અને કલમ-૧૪૪ અન્વયે ત્રાસદાયક બાબતો કે ભયના સંદેશાના તાકીદ સંજોગોમાં હુકમ કરવાની સત્તા (To issue temporary orders in urgent cases of nuisance or apprehended Danger) નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here