નર્મદા જીલ્લામાં ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા માં ભારે પવન સાથે કરા પડયા અને વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તાર માં ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો

કમોસમી વરસાદ થતાં ખેતીના પાકો તુવેર કપાસ ઘઉં બાજરી સહિત આંબાના પાકોને ભારે નુકસાન ની ભીતિ થી ખેડૂતોમાં ફફડાટ

નર્મદા જિલ્લા વાસીઓએ એક સાથે ત્રણ ત્રણ ઋતુઓનો અનુભવ કર્યો રાત્રે ઠંડી દિવસે ગરમી અને એવામાં ખાબક્યો વરસાદ

નર્મદા જિલ્લામાં આજરોજ બપોર ના સાડા ત્રણ વાગ્યાના સુમારે વિવિધ વિસ્તારોમાં ભારે ભવન સાથે વરસાદ પડતા જાણે કે ચોમાસાનું જ આગમન થયું હોય એવો વાતાવરણ સર્જાયો હતો, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે આસમાનમાં કાળા ધિબંગ વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત આસપાસના વિસ્તારમાં બપોરના સાડા ત્રણ ચાર એક વાગ્યાના સુમારે આસમાનમાં કાળા વાદળો છવાતા સુરજદાદા અદ્રશ્ય થયા હતા, અને જાણે કે ચોમાસાની ઋતુ જ બેસી ગઈ હોય એમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન ઠોકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવન ફોકાતા નગરમાં અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ઘરના પતરા સહિત નો માલ સામાન હવામાં ઉડયા હતા જેને સમેટવા માટે લોકોએ ભારે જેમ જ ઉઠાવવી પડી હતી. રાજપીપળા નગરમાં વીજ પુરવઠો પણ ભારે પવનના લીધે તરત જ ખોરવાયો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં તો ભારે પવન જ હતો એ સાથે સાથે કરા પણ પડ્યા હતા. એક તરફ આદિવાસી વિસ્તારોમાં આજરોજ હોળીનો તહેવાર આદિવાસીઓ ભારે ધૂમધામ અને શ્રદ્ધાપૂર્વક મનાવતા હોય અને વરસાદ ખાબકતા લોકો આ કમોસમી હોળી ટાણે જ થયેલ વરસાદ ને કુદરતનો પ્રકોપ માની રહ્યા છે.
વરસાદ થતાં ખેડૂતો પણ ભયમાં મુકાયા હતા ખેડૂતોના ઉભા પાક ખેતરોમાં તૈયાર છે જેવા કે તુવેર, બાજરી, કપાસ સહિત આંબાના પાકો ને ભારે પવન ફુંકાતા નુકસાન જવાની ભીતિ ખેડુતો મા સેવાઈ રહી છે.

જોકે ભારે ભવન ફુકાતા અને વરસાદ થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી જેથી લોકોએ રાત્રે ઠંડી દિવસે ગરમી અને ભારે પવન સાથે થયેલા વરસાદ સાથે ત્રણ ત્રણ ઋતુઓનો એક સાથે અનુભવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here