ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ એક્ટ-૧૯૬૧ હેઠળ આઈ ટી આઈ પાસ ઉમેદવારોની એપ્રેન્ટીસમાં ભરતી અંગે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ,ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર આઈ ટી આઈ માં કોપા,ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર,ઇલેકટ્રીશીયન ટ્રેડમાં પાસ ઉમેદવારોની એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોઈ સદર ટ્રેડના ફક્ત એન.સી.વી.ટી /જી.સી.વી.ટી. પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in વેબ સાઈટ પર તમામ વિગતો અપલોડ કરી રજીસ્ટ્રેશન કરી આધારકાર્ડ લીંકઅપ કરી ફરજીયાત તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી વિભાગીય કરોરી ગોધરા અમદાવાદ રોડ ભુરાવાવ ગોધરા ખાતે વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ ૧૩/૦૩/૨૦૨૩ થી ૧૮/૦૩/૨૦૨૩ સુધીમાં ઓફીસ ના કામકાજ ના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ કલાકે થી બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં અરજી પત્રકો મેળવી લઇ શૈક્ષણિક લાયકાત ના પુરાવાઓની પ્રમાણિત નકલો સહિત મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ ૧૦ પાસ આઈ ટી આઈ પાસ તેમજ કોપા ટ્રેડ માટે લઘુતમ લાયકાત ૧૨ પાસ આઈ ટી આઈ ફરજીયાત પાસ – લીવીંગ સર્ટીફિકેટ, આધાર કાર્ડ,જાતિના પ્રમાણપત્રો ની નકલ તેમજ ચાલ ચલગત અંગેના બે પ્રતિષ્ઠીત વ્યક્તિઓના પ્રમાણપત્રો (અસલ) સહિત અરજી પત્રક જમા કરવાના રહેશે. સદર ભરતી ઉમેદવારોની આઈ ટી આઈ ની માર્કશીટના મેરીટના આધારે યોજાનાર છે
ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ (તાલીમ) મેળવેલ/ કરેલ હોઈ અથવા કોઈપણ એકમ ખાતે/જગ્યાએ હાલમાં તાલીમમાં હોઈ (તાલીમ) માટે ઓર્ડર લીધેલ હોઈ તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી.ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here