છોટાઉદેપુર એસઓજી પોલીસે લીલા ગાંજાના છોડ નંગ. ૨૦૧૫, કિ.ગ.૩૮,૮૦,૫૦૦ /- જેટલી મોટી રકમનો મોટો જથ્થોઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા એ.ટી.એસ. અમદાવાદ નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી સંદીપસિંહ સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી આઇ.જી.શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. /C પોલીસ સબ ઇન્સપેક્ટર, શ્રી એમ.એસ.સુતરીઆ નાઓ તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “ધડાગામના ભુમસેલ ફળીયમા રહેતા છગનભાઇ છોટીયાભાઇ નાયકા નાઓએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમા વનસ્પતિ જ માદક પદાર્થના છોડનુ વાવેતર કરેલ છે અને માવજત માટે ખેતરમા હાજર છે તેઓના ખેતર નજીકમા આવેલ બીજા ખેતરોમા પણ ખેતર માલીકોએ ખેતપેદાશોના વાવેતરની આડમા ગાંજાના છોડ ઉગાડેલ છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાયે સરકારી પંચો સાથે રેઇડ કરતા છગનભાઇ ઉર્ફે છગલા છોટીયાભાઇ નાયકા ઉ.વ.૬ર ધંધો ખેતી રહે.ધડાગામ ભુમસેલ ફળીયા, તા.જી. છોટાઉદેપુર નાઓના પોતાના કબ્જા ભોગવટાના ખેતરમા વનસ્પતી જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ- ૩૭૫ જેનુ કુલ વજન ૪૯.૬૨ કિલો ગ્રામ જેની કુલ કિ.રૂા. ૪,૯૬,૨૦૦/- તથા આરોપીનં.(૨) વિકાભાઇ છોટીયાભાઇ નાયકા રહે, ધડાગામ, ભુમસેલ ફળીયા તા. જી. છોટાઉદેપુર નાઓના કબ્જા ભોગવટાના ખેતરનાં બન્ને ભાગમાથી વનસ્પતી જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ -૮૩૨ જેનુ કુલ વજન ૧૮૦.૪૪ કિલો ગ્રામનો મળી આવેલ જેની કુલ કિ.રૂ. ૧૮,૦૪,૪૦૦/- તથા આરોપીનં.(૩) બલસીંગભાઇ છોટીયાભાઇ નાયકા રહે, ધડાગામ, ભુમસેલ ફળીયા તા. જી. છોટાઉદેપુર નાઓના કબ્જા ભોગવટાના ખેતરનાં બન્ને ખેતરોમાંથી વનસ્પતી જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ -૫૫૪ જેનુ કુલ વજન ૪૯.૧૧ કિલો ગ્રામનો મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ. ૪,૯૧,૧૦૦/- તથા આરોપી નં.(૪) સરતાનભાઇ નટડાભાઇ નાયકા રહે, ધડાગામ, ભુમસેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓના કબ્જા ભોગવટાના ખેતરમાંથી વનસ્પતી જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ -૨૫૪ જેનુ કુલ વજન ૧૦૮.૮૮ કિલો ગ્રામનો જેની કુલ કિ.રૂ.૧૦,૮૮,૮૦૦/- જે તમામ આરોપીઓના ખેતરોમાંથી મળી આવેલ કુલ વનસ્પતિ જન્ય માદક પદાર્થના લીલા ગાંજાના કુલ છોડ નંગ-૨૦૧૫ જેનુ કુલ વજન ૩૮૮.૦૫ કિલો ગ્રામ છે જેની કુલ કિંમત રૂપીયા ૩૮,૮૦,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તેઓના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985)ની કલમ 8- (b), 20(a) II(C), 29 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમ:- આરોપી નં.૧ છગનભાઇ ઉર્ફે છગલા છોટીયાભાઇ નાયકા ઉ.વ.૬૨ ધંધો.ખેતી રહે, ધડાગામ, ભુમસેલ ફળીયા તા. જી. છોટાઉદેપુર

પકડવાનો બાકી ઇસમ:- આરોપીનં.(૨) વિકાભાઇ છોટીયાભાઇ નાયકા તથા આરોપીનં.(૩) બલસીંગભાઇ છોટીયાભાઇ નાયકા

તથા આરોપી નં.(૪) સરતાનભાઇ નટડાભાઇ નાયકા તમામ રહે. ઘડાગામ, ભુમસેલ ફળીયા તા. જી. ડી છોટાઉદેપુર આ કામગીરી કરનારઃ- PI પી.એચ.વસાવા ઝોઝ પો.સ્ટે. તથા SOG C પો.સ.ઇ. શ્રી.એમ.એસ.સુતરીઆ AS) ભાવસીંગભાઇ બનીયાભાઇ, ASI મિનેષભાઇ નારસીંગભાઇ,ASI રઘુવીરભાઇ દિલીપભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષમણભાઇ, HC રમેશભાઇ કંદુભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, HC મહેશભાઇ રજુભાઇ, HC સુરેશકુમાર ખુમાનસિંહ, WPC ધર્મિષ્ઠાબેન
મુકેશભાઇ તથા W.PC હિરલબેન અમુભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here