નર્મદા જીલ્લામાં ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે ૧૮ મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ સી.એ. ગાંધી દ્વારા એક જાહેરનામા દ્વારા કરાયો છે. આ જાહેરનામાનો બંધ કરનાર વ્યક્તિ તથા કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here