પંચમહાલ જિલ્લાના ગોધરા સેવા સદન ખાતે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સબંધીત અધીકારીગણ રહ્યા ઉપસ્થિત, માર્ગ સલામતી અંતર્ગત ચર્ચાની સાથે કામગીરીની કરાઈ સમીક્ષા…

કલેકટર શ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામા આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગત બેઠકમાં લેવાયેલ વિવિધ નિર્ણયોને આધારે જુદા જુદા વિભાગોની કામગીરીની સમીક્ષા કરીને રચનાત્મક સલાહ સુચનો આપવામાં આવ્યા હતા.
જેમાં જિલ્લા અને શહેરમાં થતા માર્ગ અકસ્માતોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવું તથા વિવિધ તારણ પરથી આ પ્રકારની સમસ્યાઓને કેવી દૂર કરવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.. આ સાથે માર્ગ પર રબર સ્ટ્રીપ લગાવવા, રોડ સાઈન્સ મૂકવા, વધારાના હોર્ડિંગ્સ દૂર કરવા, ચાલુ વાહને મોબાઈલ ફોનના ઉપયોગને લઈને કાર્યવાહી, માર્ગ અને ફૂટપાથ પરના વધારાના દબાણો દૂર કરવા વગેરે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.. તો આ પ્રસંગે જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હીમાંશુ સોલંકી સહીત જિલ્લા વહીવટી વિભાગના તમામ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here