નર્મદા ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં ઘોડાપુર આવતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતાં ગામો ખાલી કરાયા

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યું કામ ત્વરિત હાથધરાયુ

NDRF,SDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને મોડી રાત્રિના પણ સલામત સ્થળે સ્થળાંતર કરાયું

કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારા સભ્ય, જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો દ્વારા લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખચેડાયા

તિલકવાડા તાલુકાના રેંગણ, વાસણ, વિરપુર વરવાળા જેવા ગામો સંપર્ક વિહોણા લોકો ને સ્થળાંતર કરવાની ફરજ પડી

નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી ના કાંઠાના ગામોને વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી અને નર્મદા નદીના પાણી સર્વત્ર ફરી વળ્યા હતા તિલકવાડા તાલુકા સહિત નાદોદ તાલુકાના કેટલા ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તિલકવાડા તાલુકાના રેંગણ, વાસણ, વીરપુર, વરવાળા જેવા ગામો સંપર્ક વિહોણા થયા હતા અને લોકોએ સ્થળાંતર કરી અન્યત્ર આશરો મેળવ્યો હતો.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF,SDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી, સુરેશભાઈ, લતાબેન, શાંતાબેન અને પરિવારના સભ્યો તથા ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાતા તેમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કેવડીયા ખાતે નવયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિહ તડવી, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે અને પોલીસ જવાનો દ્વારા લોકોને સલામતી સ્થળે ખસેડવાની વ્યવસ્થા અડધી રાત્રીએ કરવામાં આવી હતી.
આ રેસ્ક્યુ કામગીરીમાં પ્રાંતઅધિકારી ગોકલાણી, મામલતદાર ભોય, તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી બચાવ રાહત કામગીરી ત્વરિત ધોરણે કરવામાં આવી હતી અને NDRFના ૨૨ જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જોતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં ૩૦ લોકોનું રેસ્ક્યું કરાયું હતું.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નદી કાંઠાના કુલ ૧૩ ગામોના ૫૮ કુટુંબોના ૪૪૦ લોકો સગા સબંધિત તથા પ્રાથમિક શાળા, હાઈસ્કૂલમાં સલામત સ્થળે તા.૧૬/૦૯/૨૦૨૩ની સ્થાંતરિત કરવામાં આવ્યા છે. આ સંખ્યા રાત્રીના ૧૨ કલાકની પરિસ્થિતિ દર્શાવે છે.

જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા અમલીકરણ અધિકારીઓ પણ આ રેસ્ક્યુ માનવતાના કામમાં રાતદિન પરવા કર્યા વિના જોતરાઈને માનવીની જીવ બચાવવામાં દિલથી કામ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here