નર્મદા જીલ્લામાં આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી ડૉ. કિરણ વસાવા ઉપર હુમલો…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા માં વિધાનસભાની ચુંટણીઓ જાહેર થતાં પહેલાજ ધિંગાણા સરું

આમઆદમી પાર્ટીના પ્રદેશ એસ.ટી. સેલ ના ડૉ. કિરણ વસાવા સહિત કાર્યકરો પર નર્મદા જીલ્લા ના પાડા ગામ નજીક અજાણ્યા ઈસમોએ હુમલા કરી માર માર્યો

સાગબારા ના દેવિદવ ગામે મીટીંગ કરી પરત ફરતાં 3 હુમલા ખોરો એ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

રાજ્ય વિધાનસભા ની ચુંટણી ઓ નજીક આવી રહી છે, રાજકિય પક્ષો ના આગેવાનો ટીકીટ મેળવવા સહિત પક્ષ ના પ્રચાર માં હજીતો તારીખ ચૂંટણી ની જાહેર નથી થયી એ પહેલાજ લાગી પડયા છે, ત્યારે દિલ્હી અને પંજાબ માં સત્તા પ્રાપ્ત કર્યાં બાદ આમ આદમી પાર્ટી એ પણ ગુજરાત માં ચુંટણીઓ લડવાની જાહેરાત કરી છે, જેથી તેના કાર્યકરો કામગિરી માં લાગ્યા છે, મીટીંગો no દોર શરૂ કર્યો છે,ત્યારે નર્મદા જીલ્લા માં આમ આદમી પાર્ટીના કાર્યકરો મીટીંગ પતાવી ને પરત ફરતાં નર્મદા જીલ્લા ના પાટ ગામ નજીક તેમનાં પર 3 અજાણ્યા ઈસમોએ હુમલો કરતા રાજકિય પક્ષો માં ભારે હાહાકાર મચ્યો છે.

બનાવ ની વાત કરીએ તો ગતરોજ 29 મી ના સાગબારા તાલુકા ના દેવીદવ મુકામે સાંજે આમ આદમી પાર્ટી ના કાર્યકરો ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે મીટીંગ પુર્ણ કરીને પાછા ફરતી વખતે પાડા ગામ નજીક ના વળાંક પાસે ડો. કિરણ વસાવા- પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી એસ.ટી.સેલ અને તેમના સાથીઓ કાર મા પસાર થતા હતા ત્યારે તેમને રોકી તેમનાં ઉપર કોઈ 3 અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવા માં આવ્યો હતો, જેમાં ડો. કિરણ વસાવા ઉપર માથા પર લાકડી નો ફટકો મારવા જતા ડો. કિરણ એ હાથ થી લાકડી ઝીલી લેતાં તેમને હાથ ના ભાગે ઇજા પોહચી હતી તેમજ તેઓને પીઠ ઉપર પણ લાકડીઓ ના ફટકા મારવા માં આવ્યા હતા અને હુમલો કરાયો હતો, ડો. કિરણ વસાવા ઉપર હુમલો થતા તેઓને ને બચાવવા પડેલ તેમના સાથીઓ ગુમાનભાઈ તેમજ જયદીપભાઈ ને પણ પીઠના ભાગે લાકડીના ફટકા મારી તેમનાં ઉપર પણ હુમલો કરાયો હતો જેથી તેમને પણ ઇજાઓ પોહચી હતી.

હુમલો કરી અજાણ્યા હુમલા ખોરો એ ડો. કિરણ વસાવા ને જાન થી મારી નાખવાની ધમકી આપતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી નું કામ અને મિટિંગો બંધ કરી દેજો નહીં તર સારું નહીં રહે.
આ બાબતે સાગબારા પોલીસ સ્ટેશન માં આમ આદમી પાર્ટીના ડૉ કિરણ વસાવા એ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવાં મળ્યું છે,પોલીસ દ્વારા હુમલાખોરો નુ પગેરું મેળવવા ની દિશા માં કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here