છેલ્લા આઠેક વર્ષથી પાસાના કામે અટકચાત ટાળવા તેમજ કસ્ટડી માંથી નાસી જવાના ગુન્હામાં નાસતા – ફરતા વૉન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધમ્પકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમાં રહી નાસતા – કરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે પાસા વોરંટ ક્રમાંક: એલ.સી.બી./પાસા/૨૭૪/૧૪ તા.૧૭/૧૦/૨૦૧૪ તથા શહેરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૫/૨૦૧૪ ઇ.પી.કો. કલમ-૨૨૪ મુજબના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ગણેશરાવ ચોથુરામ મહેરા રહે.શાહપુર તા.વિરાટનગર જી.જયપુર રાજસ્થાન નાનો હાલ કંડલા બંદર ઉપર ડ્રાઇવીંગ કામ કરે છે. તેવી મળેલ ચોક્કરા બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લાવવા સુચના કરતા શહેરા પો.સ્ટે. ના સર્વેલન્સ ટીમના માણસોએ કંડલા બંદર પહોંચી ટેકનીકલ સોર્સિસની મદદથી સદરહુ આરોપીની તપાસ કરતા સદરહું આરોપી ગણેશનગર પાસે વાહનોમાં ડ્રાઇવીંગ કામ કરતો હોવાની હકિકતે બાતમી મુજબના વર્ણન વાળો એક ઇસમ મળી આવતા સર્વેલન્સ ટીમના માણસોએ સદરહુ ઇસમને કોર્ડન કરી પકડી સદરહુ ઈસમનું નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ ગણેશરાવ ચૌથુરામ ઉર્ફે ચોથુમલ મહેરા ઉ.વ.૪૦ રહે.શાહપુર તા.વિરાટનગર જી.જયપુર રાજસ્થાન નો હોવાનું જણાવેલ જેથી ઉપરોકત પાસા વોરંટ તેમજ ગુન્હાના કામે સદરહુ આરોપીને ડીટેઈન કરી આગળની કાયદેરારની કાર્યવાહી હાથ ધરેલ છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here