કાલોલના મુસ્લિમો દ્વારા હજરત ઇમામ હુસેન તેમજ તેમના ૭૨ સાથીઓની યાદમાં મોહર્રમ પર્વની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શનિવારે દેશમાં ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગમ્બર હજરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેનએ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ(કરબલા)ના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઇતિહાસના પાને અમર થઈ જતાં આ ભવ્ય બલિદાન યાદમાં સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહર્રમ પર્વની ઉજવણી શાનો સોકતથી કરે છે અને તે ભાગરૂપે શહિદોની યાદ માં દર વર્ષે મોહર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે. જેના ભાગરૂપે કાલોલ શહેરમાં ઘણા વર્ષોથી તાજીયામાં અનેક પ્રકારની કલાત્મક દર્શાવવામાં આવે છે.અને તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે.જે મોહર્રમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા (ઝરી) પોત પોતાના વિસ્તાર માંથી સરઘસ કાઢીને કાલોલ જુમ્મા મસ્જિદ પાસે નુરાની ચોકમાં દર્શાનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા તેમજ આ બે દિવસ દરમ્યાન ઉપવાસ કરી કુરાન શરીફ નું પઠન કર્યું તેમજ નમાઝ પડી આ પવિત્ર યૌમે આશૂરા આ શુભ દિવસે કરબલા ખાતે બનેલ આ કરૂણગાથા નાં માનમાં યા હુસેન યા હુસેનનાં નારા સાથે નાતેપાક,મનકબત, સલાતો સલામ અને અલવિદા સાથે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક રીતે સમાપન કરવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે સતત બે દિવસ સુધી કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર ઇન્સ્પેકટર જેડી તરાલ તેમજ ટાઉન જમાદાર પર્વતસિંહ અને પોલીસ જવાનો દ્રારા ચુસ્ત બંદોબસ ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here