નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના મગયદેવ ગામના જંગલ વિસ્તારમાં જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા 7 ફરાર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા પોલીસે ઝડપેલા જુગારીઓ પાસે થી રુપિયા 157670 નો મુદ્દામાલ જપ્ત–જુગાર ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી

નર્મદા જીલ્લા મા જન્માષ્ટમી ના પર્વે મોટા પ્રમાણ મા જુગાર રમાતુ હોવાની બાતમી અને ભાળ નર્મદા પોલીસ ને મળતા જુગાર ની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા ની સુચના જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા આપવામાં આવતા ડી વાય એસ પી રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સતેજ બની જુગારીઓ પટ ચાંપતી નજર રાખી રહી હતી ત્યારે દેડિયાપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ વી. તડવી અને એ એન પરમાર નાઓ સહિત પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ મા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ ગુલાબસિગ નાઓને બાતમી મળેલ હતી કે મગયદેવ ગામ ના જંગલ ઝાડી વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમી રહયા છે જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જયારે 7 જુગારીઓ પોલીસ ને જોઈ ફરાર થઈ ગયા હતા.

પોલીસે ઝડપેલા જુગારીઓ મા 1) હસમુખ મંછીભાઇ વસાવા 2) સુરેશ અમરસિંગ વસાવા બન્ને રહા.મગયદેવ 3) રણજીત ગંભીર વસાવા રહે. ચુલી 4) સંજય ગુલાભાઇ વસાવા રહે. ગાડીત 5) મહેન્દ્ર જયંતિ વસાવા રહે આમલી નો સમાવેશ થાય છે . પોલીસે ઝડપેલા આરોપી પાસે થી રુપિયા 13670 મોબાઈલ કિંમત રુપિયા 4000 મોટરસાઈકલ નંગ 7 કિંમત રુપિયા 1.40 લાખ મળી કુલ રુપિયા 157670 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ઓ સામે જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ની રેઇડ દરમ્યાન ફરાર થયેલા જુગારીઓ 1) હરેશભાઇ ગોમાભાઈ વસાવા 2) પરેશ હરીસીંગ વસાવા 3) મહેશ ઉકકડ વસાવા 4) મુકેશ પાંચીયા વસાવા તમામ રહે. મગયદેવ 5) ફુલસીંગ ગેલાભાઇ વસાવા રહે ગાડીત 6 ) ઉમેશભાઈ રુપસીંગ વસાવા રહે ચુલી 7) ગણપત રમણભાઈ વસાવા રહે ચુલી નાઓ નો સમાવેશ થાય છે , ફરાર થયેલા જુગારીઓ ને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here