કાલોલ એસબીઆઇ બ્રાંચ બેંકનું ATM તોડવાનો પ્રયાસ…. લાખોની કેશને સદનશીબે તસ્કરો ટચ પણ ન કરી શક્યા

કાલોલ, (પંચમહાલ)/મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ગોધરા હાઇવે ઉપર સીનેમા મેજીક પાસે આવેલ એસ.બીઆઇ. બ્રાંચ કાલોલ બેંકની બાજુમાં મૂકવામાં આવેલ એટીએમ સીડીએમ મશીન નું કેસનો દરવાજો અજાણ્યા ચોરોએ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવતાં કાલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ ગોધરા હાઇવે ઉપર સીનેમા મેજીક પાસે આવેલ એસ.બીઆઇ.બેંકની બાજુમાં મૂકવામાં આવેલ એટીએમ નું સીડીએમ મશીન નું કેસનો દરવાજો અજાણ્યા ચોરોએ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે કેસ વોલ્ટ નહીં તુટતા તસ્કરો કેસને ટચ પણ ન કરી શકતા લાખોની રકમ બચી ગઈ હતી.કેસ નહી નીકળતા તસ્કરો પરત ફરવા મજબુર બન્યા હતા આ અંગે કાલોલ પોલીસ મથક ખાતે ફરિયાદી બ્રાન્ચ મેનેજર સ્થળ પર દોડી ગયા હતા અને ત્યાં જોતા એટીએમ નું સી.ડી.એમ.મશીન તોડી નુકશાન કરવા સાથે એટીએમના કેસનો દરવાજો તોડી અંદર રહેલા રોકડાની ચોરી કરવાનો અજાણ્યા ચોરોએ પ્રયાસ કર્યો હોવાનું જણાતા તેઓએ ચોરીના પ્રયાસ અને એટીએમને નુકશાન અંગે કાલોલ પોલીસ મથક ખાતે એસ.બી.આઇ.બેંકના બ્રાંચ મેનેજર સુભમ સીખર જૈન દ્વારા ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here