નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે સામૂહિક બળાત્કાર કરનાર પાંચ નરાધમોને અદાલતે 20 વીશ વર્ષની સજા ફટકારી

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

બળાત્કાર ની પીડિત યુવતી ને નર્મદા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રૂ.7 લાખ નો વળતર ચૂકવવા પણ અદાલત નો આદેશ

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે શાળા એથી પોતનાં ઘરે જતી યુવતી ને બોલાવી તેની ની મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધી બળાત્કાર કરનાર ડેડીયાપાડા ના પાંચ યુવાનો ને રાજપીપળા ની અદાલત મા સરકારી વકીલ જે. જે. ગોહીલ ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી આજરોજ આરોપી ઓને કસૂરવાર ઠેરવી વ્યક્તિગત તમામ ને 20 વીસ વર્ષ ની સજા અને ભોગ બનનાર યુવતી ને 50 હજાર નો પ્રત્યેક અરોપી ને દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો ડેડીયાપાડા ના વતની એવા આરોપીઓ 1) અંકિત કુમાર સતિષભાઈ તડવી 2) આકાશ અશોકભાઈ વસાવા 3) રાહુલ ઉર્ફે આર.જે. છગનભાઈ વસાવા 4) રવિકુમાર ઉર્ફે બુગી અતુલભાઈ પટેલ અને 5) રાહુલ ઉર્ફે નાનું જયેશભાઈ સોલંકી નાઓ એ બળાત્કાર નો ભોગ બનનાર યુવતી ને જણાવેલ કે તને એક કાયદાના સંઘર્ષ માં આવેલ યુવાન એ. એન. બારોટ હાઈસ્કૂલ ની પાછલ પી ડબલ્યુ. ડી.નાં ક્વાર્ટર માં બોલાવે છે આમ કહેતા યુવતી ત્યાં જતાં ઉપરોક્ત નરાધમ આરોપીઓ એ બળજબરી થી યુવતી સાથે બળાત્કાર કર્યો હતો,અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી,અને આ યુવતી ને ધામણ ખાડી ના ઝાડી ઝાંખરા વાળા વિસ્તાર માં લય ગયાં હતાં અને યુવતી સાથે ઉપરોક્ત નરાધમ આરોપીઓ એ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ ની ડેડીયાપાડા પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ આરોપીઓ સામે બળાત્કાર ની ધારા 376 સહિત એક્ટ્રો સિટી એક્ટ સહિત જાનથી મારી નાખવાની ધમકી ની ધારાઓ હેથલ કાયદેસર ની કાર્યવાહી કરી જેલ ભેગા કર્યાં હતાં.

આ કેસ આજરોજ રાજપીપળા ની સેશન્સ કોર્ટ ના જજ એન એસ. સિદ્દીકી સાહેબ ની અદાલત મા ચાલી જતા વિદ્વાન સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહીલ ની ધારદાર દલીલો , સેન્ટિફિક પુરાવા, રજુ કરતા અદાલતે તેને ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવી તમામ ને 20 વીસ વર્ષ ની સજા ને 50 પચ્ચાસ હજાર નો દંડ પીડિતા ને આપવા માટે ફટકાર્યો હતો. તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા વિકટીમ રાહત સ્કીમ હેઠળ રૂ.7 લાખ નો વળતર ચૂકવવા માટે નો આદેશ જારી કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here