આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જેલ મુક્તિ

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હોય પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સમજાવટના પગલે ચેતર વસાવા જેલ બહાર આવ્યા

જીતનગર જેલ પાસે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સહિત સમર્થકોની ભારે ભીડ

નર્મદા જિલ્લાના વન કર્મચારી ને માર મારવાના તેમજ ધાક ધમકી આપવાના મામલે લાંબા સમયથી રાજપીપળા ની જેલમાં જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા આજરોજ જેલમાંથી મુક્ત થયા હતા. જેલમાંથી મુક્ત થતા પોતાના લોકલાડીલા ધારાસભ્ય નુ સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જેલ પાસે ઉલટી પડ્યા હતા, એ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીઅને ગોપાલ ઇટાલીયા સહિત ધારાસભ્ય ચેતર વસાવા ના ધર્મપત્ની પણ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા આજરોજ રાજપીપળા પાસેના જીતનગર ખાતેની જેલમાંથી મુક્ત થઇ બહાર આવ્યા હતા, જે પ્રસંગે ચેતર વસાવા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતાને તેમજ તેમના પરિવારને રાજકીય ષડયંત્ર ના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકારે ફસાવ્યા છે ત્રણ ત્રણ મહિનાથી તેમની પત્ની જેલમાં છે, પોતાના રાજપીપલા ની સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા એ બદલ ચેતર વસાવા એ દેશના ન્યાયતંત્રને આવકારી પોતાને શરતોને આધીન મુક્ત કરાયા હોય ને એ અંગે રાજ્યની વડી અદાલતમાં શરતોને દૂર કરવા માટે અપીલ કરાશે નું પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ધારાસભ્ય ચેતર વસાવા એ પોતે પ્રજાજનોના પ્રશ્નો માટે સરકારી જમીનો ના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય રોડ રસ્તા ના કામોમાં થતા ભ્રષ્ટાચારો હોય આદિવાસીઓને જંગલોની જમીનો અપાવવાના પ્રશ્નો હોય કે નર્મદા નદી ના પુર થી નુકસાન નાં પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો જનહિતમાં ભાજપા સરકારની સામે ઉઠાવ્યા હોય ને ભાજપા સરકારને તે ગમતું ન નથી જેથી સરકારે ખોટા ષડયંત્ર રચી પોતાને તેમજ પરિવારને ફસાવવામાં આવ્યા હોવાનો ભાજપા સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો.

વિશેષમાં જણાવ્યું હતું કે આદિવાસી આદિ અનાદિકાળથી જંગલમાં વસે છે જંગલની જમીનો આદિવાસીઓની છે વન વિભાગને ખબર હોવી જોઈએ જલ, જંગલ, જમીન આદિવાસીઓના છે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જમીનોના દાવા થી જમીનોના હક્કો મળ્યા છે . આવનારા દિવસોમાં આદિવાસીઓના પ્રશ્નો માટે ની લડતને વધુ જલદ બનાવવામાં આવશે નો પણ ધારાસભ્ય ચેતન વસાવા એ જણાવી આમ આદમી પાર્ટી અને આદિવાસી ડરવાના નથી ભલે મને જેલમાં મોકલ્યો ભાજપા સરકારથી જરાય ડરવાના નથી નું જણાવી પોતાની ધર્મપત્ની છેલ્લા ત્રણ મહિના થી જેલમાં છે નું પણ જણાવ્યું હતું.

પોતે પત્નિ સાથે જેલ બહાર આવવાના હતા પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું હોય પોતે જેલમાંથી બહાર આવવાનો પાર્ટીના નેતૃત્વ એ અને પત્નીએ પોતાને જણાવતા પોતે આજે જેલ બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે આદિવાસી સમાજ માટે પોતાની લડત ચાલુ રાખશે નું પણ તેઓ એ જણાવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here