ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પતિ ધર્મ પ્રશંસાને પાત્ર બન્યો…

ડેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ધારાસભ્ય ચૈતર વસાવા ને અદાલતે જામીન પર મુક્ત કર્યાં છતાં પત્નિ ના જામીન હજી મંજુર થયા ના હોય જેલમાજ રેહવાનું પસંદ કર્યું

નર્મદા જીલ્લા સેશન્સ કોર્ટે 12 શરતો સાથે જામીન પર મુક્ત કર્યાં છતાં હજી જેલવાસ ભોગવતા ચૈતર વસાવા

ગુજરાત હાઈ કોર્ટ માં પત્નિ શકુન્તલા બેન ની જામીનઅરજી ની સુનાવણી 24 મી એ હોય પતિ પત્ની બંને સાથે જ જેલ બહાર આવશે

નર્મદા જીલ્લા ના ડેડિયાપાડા વિધાનસભા બેઠક ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ને 36 દિવસના જેલવાસ બાદ નર્મદા જીલ્લા માં પ્રવેશબંધી સહિતની 12 શરતો સાથે ગતરોજ નર્મદા જીલ્લા ની સેશન્સ અદાલતે જામીન પર મુક્ત કરવાના આદેશ આપતાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રાહત નો દમ લીધો હતો. જોકે કોર્ટ કાર્યવાહિમાં ભલે ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળી ગયા હોય પરંતું તેઓના પત્નિ શકુન્તલા બેન ના જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હોય તેના પર તા 24 એ સુનાવણી હોય પતિ ધર્મ નિભાવી ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલ બહાર આવ્યા નહોતાં. આવતી કાલે પત્નિ ના જામીન મંજુર થતાં આવતી કાલે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમની પત્ની પણ જેલ માથી બહાર આવશે ની શક્યતાઓ રહેલી છે.

અદાલતે ધારાસભ્ય ચૈતર વસાવા ના જામીન મંજુર કરવામાં કેટલીક શરતો નું પાલન કરવા ચૈતર વસાવા ને તાકીદ કરી છે.
ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં Whatsapp કે અન્ય માધ્યમથી દર મહિનાની પેહલી તારીખે હાજરી પુરાવવી પડશે ની પણ શરત અદાલતે રાખી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં રહી શકશે નહીં. એક લાખના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા સાથે નર્મદા સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે જેથી શરતી જામીન સાથે અદાલતી કાર્યવાહી ગતરોજ રાજપીપળા ખાતેની સેશન્સ કોર્ટમાં પુર્ણ થઈ હતી.

વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

નર્મદા પોલિસે અટકાયત કરી હતી,અને અદાલત સમક્ષ તેઓના રિમાન્ડ માંગ્યા હતા.તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા.
ત્યાર થી આજદિન સુધી તેઓ રાજપીપળા ખાતે ની જેલ મા બંધ છે.

સમગ્ર ઘટનાક્રમ બાદ નેત્રંગમાં દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી હતી અને ભરૂચ લોકસભા બેઠકના AAP ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મુકવામાં આવી હતી. ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો પણ કરી હતી. જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે.જે.ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી.

નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ એ બન્ને પક્ષોની દલીલો સાંભળી ગતરોજ સોમવારે ચૈતર વસાવાને 12 શરતો ને આધિન જામીન મુક્ત કર્યા હતા.

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે. જેના સરનામાં અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. રૂપિયા 1 લાખ ના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની 1 લી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહિ સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે.

પોતાને તો રાજપીપળા ની નર્મદા જિલ્લા સેશનસ અદાલતે જામીન આપ્યા પરંતુ પત્નીની જામીન અરજી ઉપર સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં તારીખ 24 મી રોજ હોય ચેતર વસાવા એ પતિ ધર્મ નિભાવી જેલમાં જ રહેવાનું પસંદ કરતાં તેઓની ચારે કોર પ્રશંસા થઈ રહી છે, અને આવતીકાલે પત્ની શકુંતલાબેન ને જામીન મળતા પત્ની સાથે તેઓ રાજપીપળા ખાતે ની જેલ માથી બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here