નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં વિવિધ બે સ્થળોએ અકસ્માતમાં બે ઈસમોના મોત

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ધામણ ખાડી આગળ રીક્ષા છકડો પલટી ખાતા રીક્ષા ચાલક નું અકસ્માત સ્થળે જ મોત

ગંગાપુર કાકરપાડા ના હાઇવે ઉપર કાર ચાલકે મોટરસાયકલ સવાર ના માથા ઉપર કાર ચડાવી દેતા મોટરસાયકલ સવારનો અકસ્માત સ્થળે જ મોત નિપજ્યું

અકસ્માત કરી સફેદ કલર ની કાર લઇને કારચાલક ફરાર

નર્મદા જિલ્લામાં અકસ્માતોની પરંપરા વણથંભી રીતે ચાલુ જ રહે છે. ડેડીયાપાડા તાલુકા ના જંગલ વિસ્તાર માં આવેલ ધામણખાડી થી આગળ એક રીક્ષા છકડો પલ્ટી ખાતા રીક્ષા ચાલકનો અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે ઉપરના ગંગાપુર કાકરપાડા વચ્ચેના માર્ગ ઉપર પુરપાટ ઝડપે દોડતી એક સફેદ કલરની કારે મોટરસાયકલ સવાર ના માથા ઉપર પોતાની કાર ચડાવી દેતા મોટરસાયકલ સવાર નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતના પ્રથમ બનાવની વાત કરીએ તો રીક્ષા ચાલક રવિન્દ્રભાઈ મંગાભાઈ વસાવા 28 રહેવાસી કુડીઆંબા, નિશાળ ફળિયુ, તાલુકો ડેડિયાપાડા પોતાની રીક્ષા અતુલ છકડો નંબર GJ 20 W 0984 માં મુસાફરો બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે મોસીટ ગામના જંગલમાં આવેલ ધામણખાડી થી આગળ પહોંચતા પોતાની રીક્ષા ને ગફરત ભરી રીતે હંકારતા રીક્ષા પલટી ખાઈ હતી, જેથી અકસ્માતમાં રીક્ષા ચાલક રવિન્દ્ર મંગાભાઈ વસાવા ને ગંભીર ઈજા થતાં તેનુ અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર નિતેશકુમાર સહિત અર્જુન વસાવા ના ઓ ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતના બીજા બનાવમાં ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર કાકરપાડા ની વચ્ચેથી પસાર થતાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે ઉપર ગતરોજ બપોરે 12 કલાકે ફરિયાદી વસંત ગુલાબભાઈ રાઠવા રહેવાસી ભવરીસાર, તાલુકો સાગબારા, જીલ્લો નર્મદા ઓ સહિત છત્રસિંહ રહેગ્યાંભાઇ રાઠવા મોટરસાયકલ નંબર જીજે 22 N 0798 ઉપર સવાર થઈને સાગબારા થી ડેડીયાપાડા તરફ આવતા હતા ત્યારે ગંગાપુર કાકરપાડા ના વચ્ચેના હાઇવે રોડ ઉપર સફેદ કલરની ફોરવીલ કાર ના ચાલકે પોતાની કાર ગફલત ભરી રીતે પુરપાટ ઝડપે હંકારતા મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ સવાર છત્રસિંહ રહેગ્યા ભાઈ રાઠવાના માથા ઉપર કાર ના પૈડા ફરિવાળતા તેનું અકસ્માત સ્થળે જ થયું હતું. અકસ્માત કરી મોટરસાયકલ સવાર ને મોત ને ઘાટ પહોંચાડી કારચાલક પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત ના આ બંને ગુનાઓમાં ડેડીયાપાડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે . અક્સ્માત કરી મોટરસાયકલ સવારને મોત ને ઘાટ ઉતારનાર કારચાલક ને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા હોવાનુ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here