નર્મદા જીલ્લાના જેતપુર ગામની આદિવાસી યુવતી બળાત્કારનો ભોગ બનતા કોગ્રેસ આગેવાનોએ રુબરુ મળી સાંત્વના આપી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજય સભા સાંસદ નારણભાઈ રાઠવા , પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલ , ભરુચ જીલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત ના આગેવાનો એ પિડીતાને ન્યાય અપાવવા તત્પરતા દાખવી

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ ની આદિવાસી યુવતીને લગ્ન ની લાલચ આપી અનેક વાર વડોદરા ખાતે જુદી જુદી હોટલ મા લઇ જઇ યુવતી સાથે બળજબરી થી બળાત્કાર કરનાર અને મરજી વિરુદ્ધ બીભત્સ ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપતા ભાજપા ના પુર્વ નર્મદા જીલ્લા ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ સામે પોલીસ મથકમાં બળાત્કાર ની ફરિયાદ નોધાઇ છે,

આદિજાતિ મહિલા સાથે બળજબરી અને બ્લેકમેલિંગ થતા તડવી સમાજ સહિત અન્ય સમાજ મા ભાજપા ની છબી ને ભારે નુકશાન પહોંચ્યુ છે,નારી સન્માન ની વાતો કરતા ભાજપાના આગેવાનો નારી નુ બ્લેકમેલિંગ અને બળાત્કાર કરતા ભાજપા ને માટે પણ શરમ જનક સ્થિતિ નિર્માણ પામેલી , પરંતુ નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે તાત્કાલીક અસર થી નર્મદા જીલ્લા ઉપપ્રમુખ પદે થી બળાત્કાર ના આરોપી હીરેન પટેલ ને સસ્પેન્ડ કર્યો હતો.

ત્યારે આ સમગ્ર મામલો સ્ત્રી સન્માન નો હોય ને બળાત્કાર નો ભોગ બનેલ યુવતી ને સાંત્વના અને ધરપત આપવા રાજ્ય સભા ના સાંસદ નારણભાઈ રાઠવા , પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ પટેલ ,નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ , ભરુચ જીલ્લા કોંગ્રેસ મહિલા મોરચા ના પ્રમુખ જ્યોતિ બેન તડવી , તિલકવાડા તાલુકા કોગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલ , કપુરભાઇ ભીલ , ઠાકોર યાવરખા દાયમા સહિત ના આગેવાનો એ પિડાતા ની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.

આ મામલે તડવી સમાજ ના મહિલા અગ્રણી અને ભરુચ જીલ્લા કોંગ્રેસ મહિલા મોરચા ના પ્રમુખ જ્યોતિ બેન તડવી એ જણાવ્યું હતું કે નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા બળાત્કાર નો ભોગ બનેલ પીડિતા ની મુલાકાત લીધી અને પીડિતા ને અમારા થકી બનતી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું અને આવનારા સમયમાં પીડિતા ના ન્યાય માટે બધા આદિવાસી સમાજ ના ભાઈ બહેનો લડત લડીશું અને આવનારા સમય મા આવા કુત્ય કોઈ વ્યક્તિ કરવા માટે પણ વિચારી ના સકે તે માટે કાનૂની લડત આપી ને પીડિતા ને ન્યાય અપાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here