નર્મદા જીલ્લાની સરકારી કચેરીઓમા અધિકારીઓની જગ્યા વર્ષોથી ખાલી !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગરીબ કચડાયેલા વર્ગો માટે કામગીરી કરતી સમાજ કલ્યાણ અધિકારીની કચેરી 4 વર્ષ થી ઇનચાર્જ અધિકારીના ભરોસે

નર્મદા જીલ્લા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરની જગ્યા 7 વર્ષોથી ખાલી !!

સમાજ સુરક્ષા અધિકારીનો હવાલો લાંબા સમયથી ઇનચાર્જ અધિકારી ના હવાલે !!

સરકારી દવાખાનામાં તબીબોની જગ્યાઓ મોટા પ્રમાણમા ખાલી !!

શુ આ તમામ બાબતો લથી રાજકીય નેતાઓ તેમજ જીલ્લા કલેક્ટર અજાણ !! નિમણુંકો ક્યારે થસે ??

નર્મદા જીલ્લો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ એસપીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે ની પ્રતિભા અને પરિચય ધરાવતો આદિવાસીઓની 80 ટકા થી પણ વધુ વસતી ધરાવતો એક પછાત જીલ્લો છે જેનુ અસ્તિત્વ 2 જી ઓક્ટોબર 1997 ના રોજ ભરુચ જીલ્લા માથી વિભાજન કરી ને શંકરસિંહ વાઘેલા ની તત્કાલિન સરકાર ના શાસનકાળ દરમ્યાન થયેલ છે.

નર્મદા જીલ્લા ની સ્થાપના ને 24 વર્ષ ના વહાણાં વાઈ ગયાં છે છતા જીલ્લા મા કાર્યરત સરકારી કચેરીઓ મા મહેકમ ની આજે પણ સમસ્યાઓ વર્તાઇ રહી છે, તેમાંય ખાસ કરીને કચેરીઓ મા અધિકારીઓ ની જગ્યાએ ખાલી હોય , ઇનચાર્જ અધિકારીઓ ના ભરોસે કામકાજ ચાલતા વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થતા જીલ્લા ની આદિવાસી સહિત ની તમામ જનતા ને કામગીરીઓ માટે ભારે તકલીફો ઉઠાવવી પડતી હોય છે.

સરકારી કચેરીઓ ની વાત કરીએ તો નર્મદા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ( બક્ષીપંચ ) ની જગ્યા છેલ્લા 4 વર્ષ થી ખાલી છે ! જીલ્લા રોજગાર અધિકારી નુ કામકાજ ઇનચાર્જ અધિકારી ના ભરોસે લાંબા સમયથી ચાલી રહયું છે, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ની પોસ્ટ છેલ્લા 7 વર્ષો થી ખાલી પડેલી છે !! જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની પોસ્ટ પણ લાંબા સમય થી ખાલી પડેલી છે આ જગ્યા નો હવાલો વડોદરા ખાતે સમાજ સુરક્ષા મા સી ઓ ની ફરજ બજાવતા એક મહિલા અધિકારી ને સોપવામાં આવ્યો છે તેઓની પાસે બાળ ગુના નિવારણ કેન્દ્ર ના અધિકારી તરીકે નો પણ હવાલો હોય આ મહિલા અધિકારી કઇ રીતે કામગીરી અદા કરે એ એક પેચીદો પશ્ર બની ગયો છે.

સમાજ સુરક્ષા ની કચેરી મા વિકલાંગો સહિત પિડીતો કામગીરી અર્થે આવતા હોય છે જેમને અધિકારી જ ન હોય પોતાના કામકાજ અર્થે ધરમ ના ધક્કા ખાવા પડતા હોય છે અને મુશીબતો મા મુકાવું પડતું હોય છે.

સરકારી દવાખાના ની વાત કરીએ તો દવાખાનામાં કરોડો રૂપિયા ની મશીનરીઓ ફાળવવામાં આવેલ છે પરંતુ તેને ઓપરેટ કરના નિષ્ણાંતો જ નથી ! તો એ મશીનરીઓ શુ કામ ની ? દવાખાનામાં ઓર્થોપેડીક ડૉક્ટર નથી છાશવારે જીલ્લા મા અકસ્માત થતા હોય છે લોકો ને છેક વડોદરા સુધી લાંબા થવુ પડતું હોય છે , સરદારી દવાખાનામાં આદિવાસી દરદીઓ મોટા પ્રમાણ મા જોવા મળે છે તયારા આ કારમી મોંઘવારી મા વડોદરા જેવા સથળે સારવાર માટે જવા તેઓ ભારે હેરાનપરેશાન થતાં હોય છે.

શું આ બધી કચેરીઓની હાલત થી મહેકમ ની અછત થી નર્મદા જીલ્લા ના સાસદો મનસુખભાઈ વસાવા , ગીતાબેન રાઠવા , ધારાસભ્યો પી.ડી વસાવા , મહેશભાઈ વસાવા સહિત નર્મદા જીલ્લા કલેક્ટર અજાણ છે ??

નર્મદા જીલ્લા સંકલન ની દર મહિને બેઠક યોજાય છે જેમાં દરેક અધિકારીઓ ની વિશેષ ઉપસ્થિતિ હોય છે તો શુ રાજકીય નેતાઓ સહિત નર્મદા કલેક્ટર આ તમામ હકીકતો થી અજાણ છે ? જો અજાણ ન હોય તો લોકો ના હિતમાં સંલગ્ન વિભાગો મા યોગ્ય રજુઆતો કરી નર્મદા જીલ્લા ની જે કચેરીઓમા અધિકારીઓ ની પોસ્ટ ખાલી છે તે સત્વરે ભરવાની દિશા મા કામગીરી આરંભે એવી નર્મદા જીલ્લાવાસીઓ માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here