નર્મદા જીલ્લાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો મોટી સંખ્યામાં મનોજ સોરઠીયા પર હુમલાના વીરોધ પ્રદર્શનમાં સુરત પહોંચ્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ નિરંજન વસાવા અને પ્રદેશ એસ ટી. સેલ ના જોઇન્ટ સેક્રેટરી ડૉ. ગંભીર વસાવા ની આગેવાની માં કાર્યકરો માં ઉત્સાહ

ગણેશ ચતુર્થી ની આગલી રાતે જ્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ ભગવાન ની પૂજા અર્ચના માટે સ્થાપના કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને કાર્યકર્તાઓ ઉપર હુમલો થયો તેના વિરોધ માં ગત રોજ તારીખ 31 ઓગસ્ટ 2022 ના રોજ સુરત ખાતે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું જે પ્રસંગે 148 નાંદોદ વિધાનસભા રાજપીપળા અને
149 ડેડીયાપાડા વિધાનસભા માથી આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બસો ભરીને ડો. કિરણ વસાવા- પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી- એસ.ટી.સેલ ગુજરાત તથા પ્રદેશ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી ના નિરંજન વસાવા ની અગુવાઈ માં કાર્યકર્તાઓ મનોજભાઈ સોરઠીયાના ટેકા માં સુરત પોહચ્યા હતા અને રેલી મા ભાગ લીધો હતો.

સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાજી ના સમર્થનમાં સુરત શહેર ખાતે વિશાળ રેલી કાઢી ગુંડા તત્વો વિરુદ્ધ પોલીસ સ્ટેશન જઈ FIR દાખલ કરાવી હતી આ રેલીમાં સંદીપ પાઠકજી પંજાબના મંત્રી રાઘવ ચડ્ડા , ઈશુદાન ગઢવી , ગોપાલ ઇટાલીયા તેમજ પ્રદેશના પદાધિકારીઓ તેમજ જિલ્લાના હોદ્દેદાર હાજર રહી પોતાની ઉપસ્થિતિ દર્શાવી અને આ કાર્યક્રમમાં હાજરી આપી ભવ્ય સમર્થન આપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here