પ્રેમમા પાગલ અને લીવ ઇન રિલેશનમા રહેતી યુવતીઓ યુવાનોને ભારતિય સંસ્કૃતિ ના બોધપાઠ કરાવતો કિસ્સો રાજપીપળાની પરિણીતા સાથે બન્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ની પરિણીતા ને લીવ ઈન રિલેશન પુર્ણ થયા બાદ પણ હેરાન કરનાર કામરેજ ના યુવાન સામે પોલીસ મથક મા ફરિયાદ

અગાઉ મહિલા ના યુવાન સાથે લીવ ઇન રિલેશન ના સબંધો હોય યવાન મોબાઈલ ફોન ના સોશિયલ મીડિયા ના માધ્યમ થી હેરાન કરતો હોવાની મહિલા ની કેફિયત

21 ની સદી ના આ આધુનિક યુગમાં યુવક યુવતીઓ માં પ્રેમ નુ ગાંડપણ ચરમ સીમા એ પહોંચ્યું છે, સમાજ કે પરિવાર ની ચિંતા કર્યાં વિનાજ પ્રેમ માં પાગલ થયાં હોય એવા અનેક યુવક યુવતીઓ ના કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે, એમાંય પાછું એક નવુ લીવ ઇન રિલેશન નો સબંધ પણ નીકળ્યો છે , જે ભારતિય સંસ્કૃતિ ની તદ્દન વિપરીત છે જેમા યુવક યુવતી પોતાની મરજી મુજબ એક સાથે રહી ને નિર્ધારિત સમય સુધી સાથે જીવન જીવવાની સમજુતી કરાર કરતા હોય છે.અને જો એક બીજા સાથે મન મેળ સધાય તો સાથે રહેવાની સમય મર્યાદા વધારતા હોય છે.અને છુટ્ટા પણ પડતા હોય છે. આવાજ લીવ ઇન રિલેશન માં રહેલ રાજપીપળા ની એક પરિણીતા એ પોતાના લીવ ઇન રિલેશન ના પાર્ટનર દ્વારા તેણીને હેરાન કરતાં રાજપીપળા પોલીસ મથક માં ફરિયાદ નોધાવી હોવાનુ જાણવા મળ્યુ છે.

બનાવની વિગતો અનુસાર સુરત જીલ્લાના કામરેજ ના કાજી ફડીયા માં રહેતાં નીખીલભાઈ દિનેશભાઈ વસાવા ના લીવ ઇન રિલેશન રાજપીપળા ખાતે હાલ પરણેલી મહિલા સાથે હતા અને આ બન્ને એ પોતાની મરજી થી કેટલોક સમય સાથે ગુજાર્યો હતો, ત્યાર બાદ બન્ને ના સબંધો મા બ્રેક પડતા બન્ને જુદા થયાં હતાં. મહીલા એ પોતાને યોગ્ય મુરતિયો મળતાં લગ્ન પણ કરી લીધાં હતાં અને પોતાના પતિદેવ સાથે રાજપીપળા મા શાંતિ થી સુખ મય જીવન જીવતી હતી. પરંતુ જેની સાથે લીવ ઇન રિલેશન હતું તે યુવાન દ્વારા પરિણીતા ના સગા સબંધીઓ ને વોટ્સ એપ કરી, ફેસ બુક, ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેઇન્ડ રિકવેસટ મોકલી પરિણીતા ના ફોટો મોકલી બિભસ્ત લખાણ લખી તેમજ મહીલા ના પતિદેવ ના મોબાઇલ ફોન પર અવાર નવાર ફોન કરી ને ઓનલાઈન પીછો કરી હેરાન પરેશાન કરવામાં આવતી.

મહિલા સહિત તેના પતિદેવ પણ ભારે હેરાન પરેશાન થતાં મહીલા એ છેવટે જે યુવક સાથે પોતના લીવ ઇન રિલેશન ના સબંધો હતા એક સમયે જેનાં માટે હૃદય માં હેત કે લાગણી હતી તેના વિરૂદ્ધ રાજપીપળા પોલીસ મથક મા ફરિયાદ નોધાવી હતી.પોલીસ આ મામલે ફરિયાદ નોંધી આરોપી કામરેજ ના યુવાન સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here