નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તા. ૧૬ મી ડીસેમ્બર – ૨૩ સુધી ફર્સ્ટ રિસ્પોન્ડર્સ તાલીમ કાર્યક્રમનું આયોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરુડેશ્વર તાલુકામાં કુલ ૫૫ જેટલા પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રેકટિકલ તાલીમ આપી તાલીમબદ્ધ કરાયા

નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં તથા નિવાસી અધિક કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તા. ૧૧ મી થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી નર્મદા જિલ્લાના પાંચે તાલુકાઓમાં પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડસ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરુડેશ્વર તાલુકામાં તા. ૧૧મી ડિસેમ્બરે કુલ ૩૯ અને ૧૨ મી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ કુલ ૧૬ પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ તરીકે પ્રેકટિકલ તાલીમ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતાં. જેમાં ડિઝાસ્ટર મામલતદાર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here