દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ કાંકરેજ મત વિસ્તારના ડીસા તાલુકાના આસેડા ગામે જનસભા સંબોધી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠામાં આપ પાર્ટીનો પેસારો થતા અનેક આગેવાનની થઈ સભાની શરૂઆત

આમ તો બનાસકાંઠા જિલ્લો હમેશા ભાજપ કોંગ્રેસ વચ્ચે પીસાતો હતો પણ આ વર્ષે ત્રીજો પક્ષ આવતા સમીકરણ અને રાજકારણ બદલાઈ ગયું છે આપ પાર્ટી ત્રીજા પક્ષ તરીકે મક્કમ રીતે આગળ વધી રહી છે જેના અનુસંધાન માં સભાઓ પણ થઈ રહી છે ઇસુદાન ગઢવી ભેમાભાઈ એ ચોમેર રાજકીય વાતાવરણ બદલી નાખ્યું છે અને હવે નેશનલ આગેવાન પણ સભાઓ માં મેદાન માં છે આજે કાંકરેજ મતવિસ્તાર માં આવતા ડીસા ના આસેડા ગામે દિલ્હી ના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા એ ચુનાવી સભા ને સંબોધી હતી મોટી સંખ્યા માં જનમેદની વચ્ચે આપ પાર્ટી નો તર્ક રજૂ કર્યો હતો અને આપ પાર્ટી એ જહેર કરેલ વચનો ની વાત કરી હતી જેને જનમેદની એ વધાવી હતી સીસોદીયા ની સાથે આપ પાર્ટી ના અન્ય આગેવાન પણ હાજર રહ્યા હતા સમગ્ર આપ પાર્ટી મેદાન માં આવતા હાલ ભાજપ કોંગ્રેસ ને પણ નવી રણનીતિ ધડવાની ફરજ પડી છે ક્યાંક ને ક્યાંક લોકો નું જન સમર્થન આપ પાર્ટી ને મળતા અનેક પરિસ્થિતિ માં રાજકીય પક્ષ ને પસાર થવું પડશે જે રાજકીય આગેવાન પોતાની જીત પાકી ગણતા હતા એ પણ હવે સરવાળા ગણતા થઈ ગયા છે ત્યારે આવનાર ચૂંટણી માં આપ કેટલુ સક્ષમ કે નિષ્ક્રિય બને એ તો સમય જ બતાવશે પણ હાલ ની પરિસ્થિતિ જોતા ભાજપ કોંગ્રેસ ને પરસેવો લાવશે એ તો નક્કી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here