નર્મદા જિલ્લામાં સ્થાનિક આદિવાસી ભાષામાં મતદાન જાગૃતિના સંદેશ અપાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આપું બાદે ડાયે-જુવાનિયે-યાહકી-બાહકુ-પાવુંહ-બોઈંહ ભેગે મીલીન અવશ્ય મતદાન કોઅજી…

ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મહત્તમ મતદાનના પ્રયાસોના ભાગરૂપે સ્થાનિક બોલીમાં મતદન જાગૃતિ અંગે થઈ રહેલી કામગીરી

SVEEP એક્ટિવિટી અંતર્ગત દેડિયાપાડાના માલસામોટ ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તે હેતુસર SVEEP અંતર્ગત ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં પણ મતદારોને ખાસ કરીને મહિલા મતદારોને મતદાન માટે વધુ પ્રેરિત કરી શકાય તે હેતુથી સ્થાનિક બોલીઓમાં પણ મતદાન અંગેની સમજ આપવામાં આવી રહી છે.

મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ૨૨-ભરૂચ લોકસભા મત વિભાગમાં આવતા દેડિયાપાડાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ધવલ સંગાડાની નિગરાનીમાં સમગ્ર વિસ્તારમાં ગામે ગામ જઈને સ્થાનિક બોલીમાં મતદાન જાગૃતિ અંગેનો સંદેશો વિવિધ માધ્યમો થકી આપવામાં આવી રહ્યો છે.

તા.૨૨/૦૩/૨૦૨૪ના રોજ માલસામોટ ગામે દેડિયાપાડાના શિક્ષકશ્રી ઝવેરભાઈ વસાવા મતદાન જાગૃતિ અંગે ટીમ સાથે પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓ, યુવા મતદાતાઓ સાથે સ્થાનિક આદિવાસી બોલીમાં સંવાદ કર્યો હતો તેની આછી ઝલક અહીં પ્રસ્તુત છે. સંવાદ કરતા તેમણે નાગરિકોનેકહ્યું કે, તુમ્હાન બાદાન ખબર વે કા હાલમીં લોકસભા-૨૦૨૪ ચૂંટણીઅ જાહેરાત વીઅ ગયીહ. પાંચમો મઈનાઅ હાત (૭) તારીખો ચૂંટણી હાય. આપુંઅ એક-એક વોટ કિમતી હાય એટલે આપુંઅ ફરજ બોનેહ કા આયો દીહ આપું બાદે ડાયે-જુવાનિયે ભેગે મીલીન અવશ્ય મતદાન કોઅજી અન લોકશાહી જીવંત રાખજી. એક જાગૃત નાગરિક તરીકે આપુંઅ મતદાનુંઅ પવિત્ર ફરજ નિભાવજી. આપું પોતે બી મદતાન કોઅજી અન આપુંઅ કોઅમી યાહકી-બાહકુ-પાવુંહ-બોઈંહ વે તિયાન બી આખજી કા અવશ્ય મતદાન કોએ..

મતદાન કોઅના માટે ચૂંટણી કાર્ડ-આધારકાર્ડ-મતદાર કાપલી-રેશનકાર્ડ-જોબકાર્ડ-ડાઈવિંગ લાયસન્સ એંહડે બાદે પુરાવે આરી રાખજા. પ્રચાર માટે આવતા નેતા-આગોવાનું આપુન કોઈ લોભ લાલચ આપે તીહમે નેય આવતે. આમી કોઈ પાર્ટી વાલા નાહ. સરકારી કર્મચારી તરીકે મતદાન જાગૃતિ માટે આલાહ…આય ગોઠ તુમાઅ ગામુંમ કોઅ-કોઅ પોચાડજા…

મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા સમગ્ર ટીમે સૌ નાગરિકોને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here