નર્મદા જિલ્લામાં ખોવાયેલા ૨૩ એન્ડ્રોઇડ ફોન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધી માલિકોને પરત કર્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં ખોવાયેલા ૨૩ એન્ડ્રોઇડ ફોન એલ.સી.બી. પોલીસે શોધી માલિકોને પરત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત શુંબે નાઓએ જીલ્લાના પો.સ્ટે.માં ખોવયેલ ગુમ થયેલ મોબાઇલની આવતી અરજીઓ બાબતે ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ગુમ ખોવાયેલ મોબાઇલને ઝડપી શોધખોળ કરવા અને મુળ માલીકને પરત સોંપવા બાબતની સુચના અને માર્ગદર્શન પોતાના તાબા હેઠળ ના પોલીસ અધિકારીઓ ને આપી હતી.

પોતાના અઘિકારી ની સૂચના હોય ને
જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લાના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલની અરજીઓની અભ્યાસ અર્થે એલ.સી.બી.શાખામાં મંગાવી જેનો અભ્યાસ કરી તથા સાયબર સેલ, નર્મદાના પોલીસ કર્મચારીઓ સાથે સદર અરજીઓને ટેકનીકલ સર્વેલન્સમાં મુકી મોબાઇલની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી હતી, તેમજ મીસીંગ મોબાઇલોની અરજીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

દરમ્યાન જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી ખોવાયેલા ગુમ થયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૩ કિ.રૂ.૩,૨૦,૦૦૦/-ના વિવિઘ સ્થળો એ થી મળી આવતા સદર એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મુળ માલીકોને પરત સોંપવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here