નસવાડી : બગલીયા ગામમાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમના કબ્જા ભોગવટાના ઘરમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપી કાઢતી નસવાડી પોલીસ

નસવાડી, સકીલ બલોચ :-

ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ ૨૬૩ કિ.રૂ.૪૦૯૨૫/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવ્યો

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ડામવા સારૂ પો.સ્ટે. વિસ્તારમાં આવી પ્રવૃતિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી કેસો કરવા આપેલ સુચના આધારે ડી.કે.રાઠોડ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની માહીતી મેળવી ઇગ્લીશ દારૂના વેચાણ અને હેરાફેરી ઉપર નજર રાખી પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ કરેલ હોય ઉપરી અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.બી.વસાવા સર્કલ પો.ઈન્સ, બોડેલી સર્કલ નાઓના સંકલનમાં રહી પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય આજરોજ એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશનનાઓ પોલીસ માણસો સાથે અંતરીયાળ વિસ્તારના ગામોમાં પ્રોહી રેઈડમાં નિકળેલા અને ચોક્કસ બાતમી હકીકત આધારે મોજે બગલીયા ગામે આરોપી ગુલસિંગભાઇ સલીયાભાઇ ડું.ભીલને પોતાના કબ્જા ભોગવટાના ઘરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ.૨૬૩ કિ.રૂ.૪૦,૯૨૫/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ દ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
આરોપીનું નામ સરનામું (૧) ગુલસિંગભાઇ સેલીયાભાઇ ડું ભીલ રહે બગલિયા તા.નસવાડી જી.છોટાઉદેપુર
કબ્જે કરવામાં આવેલ મુદામાલ “ ૧ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનાલામાંથી માઉસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૮ર
કિં.રૂ. ૯,૮૪૦/-
ર 3 રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મિ.લીના પ્લાસ્ટીકના છુટા નંગ-૨૪ લંડન પ્રાઈડ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ મિ.લીના કાચના છૂટા કવાટરીયા નંગ-૮૭
ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૧૮૦ મી.લીના
છુટ્ટા કવાટરીયા નંગ-૭૦
કિં.રૂ.૧૦,૬૩૨-
કિં.રૂ. ૧૨,૯૬૩/- કિં.રૂ. ૭,૪૯૦-
કુલ કિંમત રૂપીયા ૪૦,૯૨૫/-
સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી આ કામગીરીમાં એમ એસ સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન તથા અ.હેકો. ખુમાનભાઇ બનસિંગભાઇ બ.નં.૩૯૪ તથા અ.હે.કો. ધરમસિહ વિઠ્ઠલભાઈ બ.નં.૧૫૯ તથા ડ્રા.આ.હે.કો. જસવંતસિંહ લક્ષ્મણસિહ બ.નં.૮૮૩ તથા અ.પો.કો. અનિલભાઇ લીલાભાઇ બ.નં.૧૬૮ તથા અ પો.કો. નરેશભાઈ જમાલીયાભાઈ બ.નં.૧૧૦ તથા આ.પો.કો ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં.૨૨૩ નાઓએ સાથે રહી આ સારી કામગીરી કરેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here