નર્મદા જિલ્લામાં આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા જે પૈકી રાજપીપળામાં 7 કેસનો વધારો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૭૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૭૫ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૩ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૭૬ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૪ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૯ દર્દીઓ અને વડોદરા ખાતે ૪ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૨૨ દર્દીઓ સહિત કુલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૧ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.
નર્મદા જિલ્લામા નોધાયેલ કેસોમા રાજપીપળા=મા 7 પોઝિટીવ દર્દી મળી આવ્યા છે જેમાં મેલીવાડના 2, કસબાવાડ શા 1, વૃૃૃદાવન સોસાયટીમાં 1 છત્રવિલાસ મા 2 અને પાઠક ખડકીમાથી 1 કેસ મળી આવ્યો હતો. આ ઉપરાંત કેવડીયા કોલોની ખાતેથી 2 આમલેથા ખાતેથી 1 અને ધમણાછા ખાતેથી પણ 1 કેસ પોઝિટિવ મળી આવ્યો હતો.

જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૭૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૭૫ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૩ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૭૬ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ (પાંચ) દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬૪ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૫૩ દર્દીઓ સહિત કુલ ૫૧૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૨૨ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૪ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૯ દર્દીઓ સહિત કુલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૬, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૩૯ સહિત કુલ ૩૭૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here