કાલોલ અને મોરવા હડફ તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક યોજાઇ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

મિશન: ૨૦૨૨ને લઇ શિક્ષિત નવ યુવાનો આપમાં લાવવના પ્રયાસો પૂરજોશમાં

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી માન. અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં મુખ્ય કાર્યાલયનું ઑપન કરીને તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે હવે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સક્રિય થયા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ બેઠકોનો દોર ધમધમાટી દીધો છે.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની સક્રિયતાએ પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત બનતું જોવા મળી રહ્યું છે. આજ રોજ કાલોલ અને મોરવા હડફ તાલુકામાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાર્યકરોની બેઠકો યોજાઈ અને તાલુકા સંગઠનની રચના કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી.
આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાલુકા સંગઠનમાં નિમણૂક કરવાની અને તમામ વિસ્તારને આવરી લઈ સ્થાનિક કાર્યકરોને જવાબદારી આપવામાં આવશે એમ જણાવતા જિલ્લા પ્રમુખે કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં જોડાવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિક્ષિત નવ યુવાનો પાર્ટીમાં જોડાવા માટે સંપર્ક કરી રહ્યા છે એ બતાવે છે કે હવે આવનારા સમયમાં ગુજરાત બદલાવ ઇચ્છી રહ્યું છે.
કાલોલ તાલુકાના કાર્યકરોની બેઠક સર્કીટ હાઉસ પર રાખવામાં આવી હતી જેમાં પચ્ચીસ જેટલા ગામોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સાથે જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશ બારીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે મોરવા હડફ તાલુકામાં મોટા બામણા ગામે બેઠક રાખવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રમુખ રણજીતસિંહ બારીઆ, જિલ્લા ઉપ પ્રમુખ દિલીપભાઇ આઇડી, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ગાંધી, એસટી સેલના જિલ્લા પ્રમુખ ભાનાભાઇ ડામોર, ભાવેશભાઈ બારીઆ સાથે અન્ય વીસ ગામોનાં કાર્યકરોની હાજરી રહી હતી.
ટુંક સમયમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં સંગઠનની રચના કરવામાં આવશે એમ જણાવતા વધું એક સંદેશો આપ્યો હતો કે, આવતા દિવસોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયાજી અને પ્રદેશની ટીમ પંચમહાલ જિલ્લામાં બે દિવસ કાર્યકરોની મુલાકાતે આવવાના હોય જેથી પંચમહાલ માં કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here