નર્મદા જિલ્લાના વેરી સાલપુરા ગામે તાંત્રિક વિધિ કરી મહિલા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને અદાલતે 10 વર્ષ ની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાનો પતિ પરિણીતા સાથે સારો વ્યવહાર રાખતો ન હોય બળાત્કારી આરોપી પર વિશ્વાસ રાખી તાંત્રિક પાસે ગઈ અને પોતેજ તાંત્રિક વિધિ નો ભોગ બની!!!!!

નર્મદા જિલ્લાના વેરી સાલપુરા ગામે પોતાનો પતિદેવ પોતાની સાથે સારો વ્યવહાર રાખતો ન હોય ગામના એક ઈસમ ઉપર ભરોસો રાખી તેની સાથે તાંત્રિક વિધિ કરવા ભુવા જાગરીયા ની પાસે જનાર મહિલાને તાંત્રિક વિધિ નો ભોગ બનાવી આરોપી દ્વારા બળાત્કાર ગુજારવાના મામલે રાજપીપળા ની અદાલતે દસ વર્ષની ની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજ ની કોર્ટમાં ચાલેલ સેશન્સ કેસ નંબરઃ-૧૫૨૦૨૧ ના આરોપી શૈલાભાઈ ભોગીલાલ વસાવા, ૨હે વેરીશાલપુરા નિશાળફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા નાઓને ઈ.પી.કો. કલમ ૩૭૬, ૩૨૮ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી. સેસન્સ જજ એન.એસ.સિદીકી સાહેબે આરોપીને ઈ.પી.કો. કલમ ૩૭૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી બેનના પતિ રાહુલભાઈ પત્ની સાથે સારો વ્યવહાર રાખતા ન હોય જેથી ફરીયાદી બેન ઘ્વારા પોતાના પતિ પોતાની સાથે સારી રીતે રહે તે માટે આરોપીને બનાવ બન્યાના ચારેક દિવસ પહેલા ફરીયાદી ધ્વારા ઉપરોકત વાત કરતા આરોપી ઘ્વારા ધોલેખામ ગામે રહેતા મહારાજ જેઓ નારીયેળમાં જોઈને કહી દે છે અને પોતાની ઓળખાણમાં હોવાનું અને ફરીયાદી બેનને પોતાની સાથે આવવા માટે જણાવવા ફરીયાદીએ આરોપીને તેઓની મોટર સાઈકલ લઈ લેવા તેમાં પેટ્રોલ પુરાવી આપવાનું જણાવેલ જે વાત થયાના બીજા દિવસે ફરીયાદીએ ચિત્રાવાડી ગામે રહેતા અને પોતે બનેવી કહીને બોલાવતા સાહેદને મોટર સાઈકલ લઈ બોલાવી તેઓની મોટર સાઈકલ બેસી તેમજ આરોપીને તેઓની મોટર સાઈકલ લઈ આવવા જણાવી ત્રણેય જણા ધોલેખામ ગામે આવતા મહારાજ ઘ્વારા એ લોકોને કોઈ મેલી વિધ્યા ન હોવાનું જણાવતા પરત આવેલા.

ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી ઘરે એકલા હોય અને ફરિયાદી મહિલા પોતાના ઘરની પાછળ દિવાબતી કરતા હોય તે વખતે આરોપીએ ફરીયાદી બેન પર તાંત્રીક વિધી કરી તેઓને પોતાના વશમાં કરી બાજુના ખેતરમાં લઈ જઈ ફરીયાદી સાથે બળાત્કાર કર્યો હતો.આ મામલે પોલીસ મથક મા ફરિયાદ નોંધાઈ હતી.આ કૈસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજ સાહેબ એન.એસ.સિદીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૭૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.પ૦૦૦/– નો દંડતથા ઈ.પી.કો કલમ ૩૨૮ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ કેદની સજા તથા રૂ.૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ ફરમાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here