વેજલપુર બસ સ્ટેન્ડ માં ઉભી રહેલ બસમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓની કરી વેજલપુર પોલીસે અટક

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર પોલીસે શુક્રવારે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થો વડોદરા લઈ જતી ત્રણ મહિલાઓની વેજલપુર પોલીસે અટક કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત મુજબ વેજલપુર ના સિનિયર પી.એસ.આઇ એસ.એલ. કામોળ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે ઝાલોદથી ધરમપુર જતી બસમાં ત્રણ મહિલાઓ શરીરે સંતાડી વિદેશી દારૂનો જથ્થો વડોદરા લઈ જનાર છે અને તે બસ પાંચેક વાગ્યાની આસપાસ વેજલપુર બસ સ્ટેન્ડ આવનાર છે. જે બાતમી આધારે સદર જગ્યાએ વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે વેજલપુર બસ સ્ટેન્ડમાં પંચો સાથે એસ.ટી બસની રાહ જોઈ ઉભાં રહેતા એસ.ટી બસ આવતા વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે ઉભી રહેતા જે બસમાં પંચ રૂબરૂ તપાસ કરતા ત્રણ મહિલાઓ એક સાથે બેઠેલ હોય તેઓ ને બસ ની નીચે ઉતારલે અને પોલીસ સ્ટેશન લાવી મહિલા પોલીસ મારફતે તપાસ કરાવતા તેના શરીર ઉપરથી સંતાડી ને રાખેલ રોયલ સિલેકટર ડીલક્ષ વ્હીસ્કી નાં ૧૮૦ મી.લી નાં પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૨૭૫ કી.રૂ ૨૭,૫૦૦ નો મુદામાલ મળી આવતા પ્રોહી પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનાં જથ્થાનુ વહન કરતા રેખાબને તે દીલીપભાઈ ભુદરભાઈ સંગાડા, વર્માબેન વા/ઓફ અર્જુનભાઈ શંકરભાઈ સંગાડા,રિન્કુબેન વ/ઓફ પ્રવીણભાઈ શંકરભાઈ સંગાડા તમામ રહે.મોટી ખરજ તાલુકા ગરબાડા જી.દાહોદ પકડાઈ જતા ઉપરોક્ત તમામ ત્રણ વિરુદ્ધ માં વેજલપુર પો.સ્ટે.પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here