નર્મદા જિલ્લાના દેડિયાપાડા ચાલતી બેંક ઓફ બરોડાની શાખાને દેડિયાપાડાથી મોસકુટ શિફ્ટ કરવાની માંગ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદાાં દિશા વિજીલન્સ અધયક્ષ અને સાંસદ મનસુખ વસાવાને પત્ર લખી જીલ્લા પંચાયત કારોબારી અધયક્ષ બહાદુર વસાવા એ કરી રજુઆત

બેંકોના વિલિનીકરણથી ઉદભવનાર સમસ્યાઓ અંગે કોગ્રેસ પાર્ટી સહિત ગુજરાત સરપંચ પરિષદ પોતાના વિરોધી સુર પુરાવી ચુકી છે ત્યારે આજરોજ નર્મદા જીલ્લા પંચાયતના કારોબારી અધયક્ષ બહાદુર વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવા કે જેઓ નર્મદા જિલ્લાના દિશા વિજીલન્સ ( DRDA ) ના અધયક્ષની પણ જવાબદારી નિભાવે છે ત્યારે તેઓને પત્ર પાઠવી બેંક ઓફ બરોડા ની મોસકુટ શાખા દેડિયાપાડા ખાતેથી મોસકુટ શિફ્ટ કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જીલ્લા પંચાયત નર્મદાના કારોબારી અધયક્ષ બહાદુર વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખી જણાવ્યું છે કે પોતે અગાઉ દિશા કમિટીમા રજુઆત કરી હતી અને ફરી પાછા દિશા કમિટીના અધયક્ષ મનસુખભાઈ વસાવાને વિનંતી કરતા પત્ર લખીને જણાવ્યું છે કે બેંક ઓફ બરોડાની મોસકુટ શાખા દેડિયાપાડા ખાતે પોતાનો ધંધો કરે છે આ શાખા મોસકુટ ગામ ખાતે ફાળવવામાં આવેલ છે તો તેને મોસકુટ ગામ ખાતે જ દેડિયાપાડા ખાતેથી શિફ્ટ કરવામાં આવે.

મોસકુટ ગામ ખાતે આસપાસના હજારો બેંકના ગ્રાહકો આ શાખાની સેવાઓ મેળવી શકે છે અને બેંક ઓફ બરોડાની શાખા મોસકુટ ગામ ખાતે જ ફાળવવામાં પણ આવી છે તો લોકોના સગવડ ખાતર મોસકુટ ખાતે જ શાખા દેડિયાપાડા ખાતેથી શિફ્ટ કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here