નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે છેલ્લા 24 કલાક દરમ્યાન 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

ગતરોજ સાંજે બે કલાક માજ 55 મી.મી.વરસાદ જયારે આજે પણ ધોધમાર વરસાદ 2 ઇંચથી પણ વધુ સર્વત્ર જળબંબાકાર

દેડિયાપાડા સ્ટેટ હાઇવેમા ઠેરઠેર ખાડા પડયા હોય માર્ગ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને ભારે હાલાકી

નર્મદા જીલ્લાના દેડિયાપાડા સહિત સમગ્ર તાલુકા વિસ્તારમા ગતરોજ સાંજ સહિત આજે બપોરે ગણતરીના 24 કલાક દરમ્યાન ભારે વરસાદ પડતા જન જીવન ઉપર તેની સીધી જ અસર વર્તાઇ હતી, જનજીવન ઠપ્પ થયુ હતુ, તેમજ મુખ્ય માર્ગ ઉપર મોટાં મોટાં ખાડા પડ્યા હોય કલાકો સુધી વાહનોના પૈડાં પણ થંભી ગયા હતા. સાગબારા રોડ ઉપર આવેલ બ્રીજ ઉપર વાહનોના ચક્કાજામ ના દ્ષયો જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા ખાતે ગતરોજ સાંજે 55 મી. મી. જેટલો ભારે વરસાદ પડ્યો હતો.બે થી ત્રણ કલાક માજ વરસાદે સર્વત્ર જળબંબાકાર કર્યુ હતુ. જયારે આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે થી વરસાદ વરસી રહ્યો છે જેથી જનજીવન પર સીધી અસર થઇ રહી છે.

દેડિયાપાડાના મુખ્ય બજાર સહિત મુખ્ય માર્ગ ઉપર ભારે પાણી ભરાતા દુકાનદારો સહિત ગ્રામજનો ભારે મુશ્કેલીમા મુકાયા હતા. દેડિયાપાડા તરફથી રાજપીપળા તરફ અને સાગબારા તરફ જવાના મુખ્ય માર્ગ ખુબજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો પોતાના વાહનો ચલાવવા માટે ભારે તકલીફ પડી રહી હોય વાહન ચાલકો એ પોતાના વાહનો રોડની સાઇડ ઉપર ઉભાં કરી દીધા હતા .

ગતરોજ સાંજથી આજરોજ સુધીની વાત કરીએ તો 4 ઇંચ થી પણ વધુ વરસાદ દેડિયાપાડા ખાતે ખાબક્યો છે. જયારે રાજપીપળા સહિત સમગ્ર જીલ્લામા આશમાનમા કાળા ઢીબબ વાદળો મંડળાયા છે.

દેડિયાપાડાથી રાજપીપળા તરફ આવવાના માર્ગે ધમણ નદીના પુલ ઉપર પાણી ફરી વળ્યા-વાહનવ્યવહાર બંધ

દેડિયાપાડા તાલુકામા છેલ્લા 24 કલાક થી બે દિવસ દરમ્યાન ભારે વરસાદ પડતા દેડિયાપાડા ખાતેથી પસાર થતી ધમણ નદીમા ભારે પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી. નદીમા પાણીની ભારે આવક થતાં દેડિયાપાડાથી રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પારસી ટેકરા પાસે ધમણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતા પુલ પાણીમા ગરકાવ થયો હતો. દેડિયાપાડા તરફથી પારસી ટેકરા થઇને રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગને બંધ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here