નર્મદા જિલ્લાના સાગબારા સીમઆમલી કન્યા છાત્રાલય પાસે મોટરસાઈકલો સામસામે ભટકાતા બે ના મોત

સાગબારા,(નર્મદા)
આશિક પઠાણ

મહારાષ્ટ્રના માલદાના યુવાન અને સાગબારા પાસેના ડોરઆંબાના યુવાનનુ અકસ્માત સ્થળે જ મોત

નર્મદા જિલ્લાના સાગબારા પાસેના સીમઆમલી રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય પાસેથી પસાર થતી બે મોટરસાઈકલો ભટકાતાં અકસ્માત સથળે જ બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર જલારામ જાહાગીર ખરડે (પાવરા) રહે. માલદા તા. તલોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર નાઓનો પોતાની મોટરસાઈકલ નંબર GJ 22 L 9994 ઉપર સવાર થઇને સીમઆમલી ગામ તરફ થી સાગબારા તરફ જઇ રહ્યો હતો જે સીમઆમલી રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય પાસે પહોંચતા પોતાની મોટરસાઈકલ પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારતા સામે થી સાગબારા તરફ થી આવતા કાર્તિક શનાભાઈ વસાવા ઉ.વર્ષ.16 રહે. નાના ડોરઆંબા, તા સાગબારા જીલ્લા નર્મદા નાઓની મોટરસાઈકલ નંબર GJ 22 D 9166 સાથે ભટકાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

બન્ને મોટરસાઈકલો ભટકાતાં તેના બન્ને માથાના ભાગે મોઢાના ભાગે તેમજ હાથ પગ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા બન્ને ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં અને ગંભીર રીતે ધવાયેલા બંને મોટરસાઈકલ ચાલકોના અકસ્માતમા મોત નિપજ્યા હતા. સાગબારા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here