ડીસા : મામલતદાર કચેરીના પટાંગણમાં બનાવાયેલ બાગ નગરના મહાનુભાવોની મહેનતે ફરી સદાબહાર થયો…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં આવેલ પટાંગણમાં બનાવાયેલા બાગમાં વર્ષોથી ઉજ્જડ અને મૃતપ્રાય હાલતમાં પડ્યો હતો ત્યારે ગત 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ડીસા નાયબ કલેકટર, મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત સેનિટેશન વિભાગના અધિકારીઓ અને કામદારો, ડીસાના પત્રકાર મિત્રો સાથે મળીને એકમેકના સાથ સહકારથી ઉજ્જડ થઈ ગયેલ બાગ ને નવો ઓપ આપવા અને નવજીવન બક્ષવા માટે અભિયાન શરૂ કર્યું હતું ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા તાત્કાલિક અસરથી ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારીઓ અને કામદારોને સૂચના આપી જેસીબી મશીન અને ટ્રેકટર દ્વારા ઉજ્જડ વૃક્ષોને કાપી જમીન સાફ કરી તથા ગંદકીના ઢગ અને વધારાનો કચરો‌ દૂર ‌કરાવવામા આવ્યો હતો ત્યારે આજે ડીસા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન પીઆઇ, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢીયાર મહામંત્રી હકમાજી જોષી તથા રાકેશભાઈ પટેલ ભાજપના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ‌ તથા આમ જનતા સહિત પત્રકાર મિત્રો દ્વારા નવા વૃક્ષોને રોપી અને‌ વૃક્ષોની માવજત અને પાણીની પાઇપ દ્વારા નિયમિત પાણી પાવાની શરૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજના વૃક્ષારોપણ કાર્યક્રમ માટે રાણપુર નર્સરીના આર.એફ.ઓ. ચૌધરી સાહેબ દ્વારા વૃક્ષારોપણ માટે વૃક્ષોનો સહયોગ કરાયો હતો ત્યારે આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ જાહેર જનતા આ કામગીરીનું બીડું ‌ઉપાડનાર તમામ સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ ઉપવન આમ જ હર્યો ભર્યો રાખવા માટે પત્રકાર મિત્રો દ્વારા સ્વૈરિછક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓને આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here