નર્મદા ,ભરૂચ વડોદરા તથા એમ ત્રણેય જિલ્લામાં ખુબ જ મોટા પાયે રેત માફિયા દ્વારા રેતી કાઢવાનું અભિયાન : સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સાંસદે મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

આવનારા દિવસોમાં નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાવાની શકયતાઓ રેતી માફિયાઓમા ફફડાટ

નર્મદા,ભરૂચ તથા વડોદરા એમ ત્રણેય જિલ્લામાં ખુબ જ મોટા પાયે રેતી માફિયા દ્વારા રેતી કાઢવાનું અભિયાન ચાલી રહ્યુ હોવાના ગંભીર આરોપ સાથે સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય મંત્રીને પત્ર લખતા રેતી માફિયાઓમા ફફડાટ ફેલાયોછે, કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરતા તત્વોમા સાંસદના પત્રથી ફફડાટ ફેલાયો છે.

સાંસદે લખેલા પત્રમાં જણાવેલ હકીકત અનુસાર નર્મદા નદી પટમાં ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા તથા નર્મદા જિલ્લા એમ ત્રણેય જિલ્લામાં ખુબ જ મોટા પાયે રેત માફિયા દ્વારા રેતી કાઢવાનું અભિયાન ચલાવવામાં આવે છે અને આ રેતી માફિયાઓ પોતાના વગના આધારે તાલુકા, જિલ્લા તથા રાજય લેવલે તેમની એક આગવી ઓળખના કારણે લીઝની આડેઘડ મંજુરી લઈ આવે છે. જેના કારણે રેત માફિયા દ્વારા રેતીનું ખનન થઈ રહયું છે, તેનાથી આવનારા દિવસોમાં નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાવાની શકયતાઓ છે. રેત માફિયાઓના કારણે ખુબ જ ઉંડાઈએ રેતી કાઢવાની કામગીરી થતાં વારંવાર લોકોના નદીમા ડુબી જવાની ઘટનાઓ પણ બનેલ છે, અને અનેક લોકો મોતને ભેટ્યા છે .

આ બાબતે સાંસદે મુખ્યમંત્રી ને તાઃ ૧૨-૦૬-૨૦૨૦, તાઃ-૦૭-૭–૨૦૨૦ તથા ૩૧-૦૮-૨૦૨૦, તાઃ ૫-૧૦-૨૦૨૦ ના રોજ પત્રો લખી વારંવાર લેખિત રજુઆત પણ પત્ર દ્રારા કરેલ છે. પરંતુ આજદિન સુધી સંર્દભદર્શીત પત્ર બાબતે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી નો ગંભીર આરોપ લગાવી સરકારી કામકાજ સામે પણ પશ્ર ઉઠાવેલ છે. તેમજ સાથે સાથે નર્મદાના બન્ને કાંઠાઓ પર આવેલા ગામોમાં નદીનો પ્રવાહ બદલાવાથી ગામોના ભાગોળ સુધી ધોવાણ થવાની સંભાવનાઓ પણ રહેલી છે અને સૌથી વધારે પ્રાકૃતિક ર્દષ્ટ્રિએ નદીના કિનારે આવેલા નદીમાં ઉછેરતા નાના મોટા વૃક્ષોનું પણ ધોવાણ થઈ રહયુ છે, તેમજ ખુબ જ ઉડેથી રેતી કાઢવાના કારણે પ્રાકૃતિક ઝરણાનો સ્ત્રોત્ર પણ સુકાઈ રહયો છે, તેથી પ્રાકૃતિક ર્દષ્ટ્રિએ પણ ખુબ જ નુકશાનકારક છે અને આસપાસના વિસ્તારોમાં જે ગામો આવેલા છે, તે વિસ્તારોમાંથી ઓવરલોડ ગાડીઓના અવર-જવરના કારણે રસ્તાઓ પણ તુટી જાય છે, તેમજ અકસ્માતો પણ સર્જી રહયા છે, તેના કારણે ત્યાંના સ્થાનિક લોકોનો પણ ભારે વિરોધ થઈ રહયો છે. તેમ છતા રેત માફિયાઓની પાસે અઢળક સંપતિ હોવાના કારણે ગામના સરપંચ તથા આગેવાનોને, વહીવટી તંત્રના લોકોને ખરીદીને પોતાના તરફેણમાં કરી લે છે. જેના કારણે પ્રજાનો અવાજ દબાઈ જાય છે હાલમાં જ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામના ભાટામાંથી રેતી કાઢવાની લીઝની મંજુરી મળેલ છે અને સિસોદ્રા ગામની હાલની ભૌગોલિક સ્થિતી એવી છે કે ગામની આસપાસ રેતી કાઢવામાં આવશે તો નદીનો પ્રવાહ બદલાશે અને ગામ તરફ ભવિષ્યમાં પાણીનો પ્રવાહઆવી શકે તેમ છે, તેના કારણે આજુબાજુના ગામોમાં ભારે નુકશાન થવાની સંભાવના રહેલી છે, તેનાકારણે આજુબાજુ ગામના લોકો ભારે વિરોધ પણ કરી રહયા છે. તેમ છતા તેમનો અવાજ સાંભળવાવાળુ કોઈ નથી, લીઝધારક રેત માફિયાઓની સરકારમાં તથા વહીવટીતંત્રમાં ભારે વગ હોવાના કારણે રેતી કાઢવાનું કાર્ય પણ ચાલુ રાખ્યું છે અને આ રીતે ત્રણેય જિલ્લામાં આ સ્થિતી છે.
મને વારંવાર છોટાઉદેપુર તથા તાપી જિલ્લાના ઘણા બધા ગામોમાંથી આ પ્રકારની રજુઆતો પોતાની સમક્ષ આવતાં મુખ્ય મંત્રીને વિનંતી કરી પત્ર દ્વારા સરકાર ફકત એક આવકને ધ્યાનમાં ન લેતા,
પ્રજાનો અવાજ પણ સાંભળવો જોઈએ અને પ્રજાની રજુઆતનો અભ્યાસ કરી જે વિસ્તારમાં વિરોધ છે,
તેવા વિસ્તારોની લીઝોને કેન્સલ કરે ની માંગ સાંસદે કરી છે . જે વિસ્તારોમાં વિરોધ ન હોય તેવા વિસ્તારમાં લીઝની મંજુરી આપવી જોઈએએવી રજૂઆત કરતા રેતી માફિયાઓમા ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here