ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલે જંગી સભા સંબોધી ઉમેદવારી પત્ર ભર્યું…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા ચૌધરી છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા સંબોધી ડો રમેશભાઈ પટેલ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભરાયું….

ડીસા વિધાનસભા ચૂંટણીમાં ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરાયાં બાદ આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને જંગી જાહેરસભા ચૌધરી છાત્રાલય ખાતે યોજાઈ હતી જેમાં અનેક ગામોનાં સરપંચો સાથે સર્વ સમાજના લોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જંગી જાહેરસભામાં આમ આદમી પાર્ટીના દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી સાથે લોકસભા પ્રભારી વિજયભાઈ દવે અને પંજાબથી આવેલા પ્રભારી ઉપસ્થિત રહ્યા હતાં જંગી જાહેરસભાને સંબોધતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ અને પ્રભારી વિજયભાઈ દવે સાથે ભેમાભાઈ ચૌધરી દ્વારા ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા દર વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે અને પરીવારવાદ આગળ આવી જાય છે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પરીવાદવાદ દુર કરી પરીવર્તન લાવવાં આહવાન કરવામાં આવ્યું હતું ભાજપ અને કોંગ્રેસ પક્ષ બને માસીયાઈ ભાઈ છે અને આટલા વર્ષોમાં જનતા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે દિલ્હી અને પંજાબમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર બનાવા માટે 182 વિધાનસભા પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ગુજરાતીની જનતા પણ પરીવર્તન તરફ આગળ વધી રહી છે જ્યારે ડીસા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે ઝાડુના નિશાન પર બટન દબાવી પરીવર્તન લાવવાં માટે આહવાન કરવામાં આવ્યું હતું બાદમાં જંગી રેલી યોજી નાયબ કલેકટર કચેરી ખાતે ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતું જેમાં મોટીસંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here