શહેરા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન – 2021 – 22 ઈનામ વિતરણ કાર્યક્રમ બી.આર.સી.ભવન શહેરા ખાતે માન.જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પંચમહાલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન – 2021 – 22 ઈનામ વિતરણ કાર્યક્રમ માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો. મુખ્ય મહેમાન તરીકે માન. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા શ્રીમતિ ચેતનાબેન પી.પરમાર તેમજ અતિથિ વિશેષ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર અને લાયઝન શહેરા ઉમેશભાઈ ચૌહાણ અને માધ્યમિક શાળાઓના નિર્ણાયકો તેમજ ક્રિષ્ણપાલસિંહ શંભુસિંહ પરમાર રાજર્ષિ કૃપા વિદ્યાલય ગુણેલી, રૂપેનકુમાર કનૈયાલાલ શાહ શ્રી એન.એમ.જયસ્વાલ હાઈસ્કૂલ, બમરોલી તેમજ ચેતનકુમાર હરિદાસ પટેલ શ્રી એસ.એસ.હાઈસ્કૂલ અને એમ.એસ.વિદ્યામંદિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક તેમજ ફુલછડી સ્વાગત કર્યાબાદ પસંદગી મેળવેલ કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાએ રજૂ કરવા માટે કૃતિઓનું નિદર્શન, જરૂરી સુધારાઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદ્દબોધન શ્રીમતિ ચેતનાબેન પરમારે કર્યું હતું. ડૉ.વી.એમ.પટેલ સાહેબના વરદ હસ્તે 5 વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા શાળા પરિવારને શિલ્ડ, પ્રમાણપત્ર, બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાહેબે પ્રાસંગિક માર્ગદર્શન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબરે પસંદગી મેળવેલ કૃતિઓ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, આચાર્યો તેમજ સી.આર.સી.કો.ઓર્ડીનેટરો, નિર્ણાયકો તેમજ અન્ય સહકાર આપનાર તમામને વૈજ્ઞાનિક ક્ષેત્રે સમાજ ઉપયોગી ઉત્તમ કૃતિઓનું નિર્માણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આભાર વિધિ નટવરસિંહ ચૌહાણે કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here