કોરોના કાળ હળવો થયા બાદ પણ માસ્ક દંડ પ્રક્રિયામાંથી મતદાર પ્રજાજનોને મુક્તિ ક્યારે !?

મોરબી,આરીફ દિવાન :-

શાસન પક્ષ સામે વિરોધી પણ મૌન પરિણામે મતદાર પ્રજા પરેશાન !

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ કોરોના હળવો રહ્યો છે ત્યારે સાવચેત જાગૃત રહેવું જરૂરી છે પરંતુ લોકશાહીમાં લોકોને તાનાશાહી સ્વ રૂપે રાહદારીઓ વાહનચાલકો પાસે માસ્ક દંડ પ્રક્રિયા હળવી ના થઇ હોય તેમ પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને રોકી હજુ પણ દંડ ફટકાર્યા ના અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે જન આશીર્વાદ યાત્રામાં કોરોના કાળ મા સોશિયલ ડિસ્ટન્સ અને દોર નું અંતર ઘટી ગયું છે!? પણ મતદાર પ્રજાને દંડ ફટકારવાનો અંતર નો અંત ક્યારે? હાલ એવો પ્રશ્ન સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મતદાર પ્રજા માટે ચિંતિત બન્યો છે ત્યારે વિરોધ પક્ષના કોંગ્રેસ- આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી સહિત એ આઈ એમ આઈ એમ પાર્ટીના નેતાઓ પણ પ્રજા ને દંડ પ્રક્રિયામાં થી નાબૂદ કરવાની રજૂઆત કરવામાં નિષ્ફળ નિવડ્યા છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી કારણકે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીઓ સમય દરમિયાન જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે છતાં શાસક પક્ષ દ્વારા જન આશીર્વાદ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે તે અંગે પણ ચૂંટણી આચારસંહિતા ભંગ જાહેરનામા ભંગનો આ અંગે ફરિયાદ રજૂઆત કરવામાં પણ વિરોધીઓ નિષ્ફળ નીવડયા છે!? આ લોકશાહીમાં જાણે તાનાશાહી ચાલી રહી હોય તેમ માસ્ક દંડ પ્રક્રિયામાંથી મતદાર પ્રજાને મુક્તિ ક્યારે? તેવો પ્રશ્ન હાલ પ્રજાને પરેશાન કરી રહ્યો છે જેથી આવનાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રજાએ જવાબ આપવો જરૂરી બન્યો હોય તેવું બુદ્ધિજીવીઓમાં ચર્ચાના ચકડોળે ચડયું છે અત્રે નોંધનીય છે કે શાસક દ્વારા ખરા અર્થમાં વિકાસ કરવો જરૂરી બન્યો છે અને મતદાર પ્રજાને કારમી મોંઘવારી અને બેરોજગારી સહિત માસ્ક દંડ અટકા કરવા જોઇએ જેથી લોકશાહીમાં લોકોને તાનાશાહી જેવું મહેસુસ ના થાય એ ભૂલવું ના જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here