શિવનગરી સિદ્ધપુરમાં મહા શિવરાત્રીની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા સંપન્ન….ધામધૂમથી ઉજવણી કરાશે

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક ધાર્મિક પ્રાચીન તીર્થ ક્ષેત્ર તેમજ ભગવાન સદાશિવ ભોલેનાથની નગરી ગણાતી(શ્રીસ્થળી)સિદ્ધપુરમાં સમસ્ત સનાતની હિન્દૂ સમાજના ઇષ્ટદેવ દેવાધિદેવ મહાદેવના પાંચ સ્વયંભૂ શિવાલયો શિવલિંગો હોય ચાલુ સાલના મહા શિવરાત્રીના પાવનપર્વે સિધ્ધપુર પંથકના શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે સિદ્ધપુરના પવિત્ર બિંદુસરોવર તેમજ મધુપાવડીયા ઘાટના ગૌર મંડળ,પાંચ સ્વયંભૂ મહાદેવની પાલખી મંડળ તેમજ સિદ્ધપુરના રાષ્ટ્રપ્રેમી યુવાનોનું સંગઠન શ્રીશક્તિ ફાઉન્ડેશન તેમજ શિવભક્ત મંગેશભાઈ ઉપાદ્યાય(રહે.પંચગીની)અને તેમના સાથે નાસિક(મહારાષ્ટ્ર)થી આવતા નાસિક બાજા બેન્ડના 50થી વધુ સભ્યો સહીત વિવિધ યુવક મંડળો,વેપારી મંડળો, સેવાભાવી સંગઠનો તેમજ સિદ્ધપુર નગરપાલિકા દવારા ખુબજ સુંદર આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા પ્રાચીન સ્વયંભૂ શિવાલયોને વિવિધ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે તેમજ શહેરના બિંદુ સરોવર ઓવરબ્રિજ તેમજ પવિત્ર સરસ્વતી નદીના બેઠા પુલને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે.તેમજ શિવજીના વરઘોડા(શોભાયાત્રા)માં આવેલ તમામ શિવભક્તોને 10000 કપ આઇસ્ક્રીમનું વિતરણ કરશે તેમજ જ્યાં જરૂર હશે ત્યાં લાઈટના હેલોજન લગાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તેમજ શ્રીશક્તિ ફાઉન્ડેશન તેમજ શિવભક્ત મંગેશભાઈ ઉપાધ્યાય(રહે પંચગીની)અને તેમના ગ્રુપ જે નાસિક(મહારાષ્ટ્ર)થી આવેલા 50થી વધુ શિવ ભક્તો દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ભાગવા રંગની 350થી વધુ ધજા પતાકાઓ લગાવાઈ રહી છે તેમજ ઠેર ઠેર લાઉડસ્પીકરો લગાવશે જેથી સમગ્ર માહોલ શિવમય બની જશે તેમજ ઔ.સ.બ્રાહ્મણ સમાજની વાડી અંબાવાડીમાં પાલખી યાત્રામાં જોડાયેલા તમામ પિતાંબરધારી ભૂદેવોને ફલાહારનું સુંદર આયોજન કરાયું છે તેમજ પવિત્ર બિંદુસરોવર ખાતે શ્રીબ્રહ્માંડેશ્ચર મહાદેવ,શ્રી વાલ્કેશ્વર મહાદેવ,શ્રીસિદ્ધેશ્વર મહાદેવ તેમજ શ્રીનિલકંઠ મહાદેવની પાલખીઓની વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શિવ પ્રિય રુદ્રીનો પંચમો અધ્યાય ‘નમસ્તે પાઠ’નું પઠણ કરાશે તેમજ વૈદિક વિધી વિધાનથી પૂજાપાઠ તેમજ મહા આરતી કરી શિવજીની પાલખી યાત્રા (શોભાયાત્રા)ને પ્રસ્થાન કરાવાશે જેમાં સૌથી આગળ ધર્મ ધજા નિશાન ડંકો,ઊંટ સવાર સાથે(ગજરાજ)હાથી ઉપર સ્વયં શિવજી ની મૂર્તિ સવાર થશે હાથી મંગાવવા માટે પણ ઓર્ડર કરી દેવામાં આવ્યો છે,બેલ ગાડીઓ, બેન્ડ બાજા ઓ, વિવિધ ભજન મંડળીઓ,સ્વચ્છ ભારત નો સંદેશો આપી લોકોને જાગૃત કરાશે,બલવીર ગ્રુપ દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમ તેમજ 200થી વધુ નાના નાના ભૂલકાઓ રંગબેરંગી પોશાક પહેરી ઘોડાઓ ઉપર સવાર થઇ નગર યાત્રાએ નીકળશે જે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની રહેશે.શોભાયાત્રાની મધ્યમાં સ્વયં ભગવાન સદાશિવ ભોળાનાથ વિવિધ શિવાલયોની પાલખીઓમાં સવાર થઈ નગર યાત્રાએ નીકળશે જેમા નાસિક બાજા બેન્ડ ના સભ્યો દ્વારા રજુ કરાયેલા સ્વર, ઢોલ, નગારા,ત્રમ્બાલી તેમજ ડીજેના તાલ નાદથી સમગ્ર માહોલ ભક્તિમય બનીજાય છે સાથે શહેરના વિવિધ સેવાભાવિ સંગઠનો,યુવકમંડળો,વેપારી મંડળો,ધાર્મિક સંગઠનો દવારા શિવજી ના વરઘોડા માં ફરતા લોકો માટે ઠેર ઠેર સરબત,લીંબુપાણી,દુધકોલ્ડ્રિન્સ, આઈસ્ક્રીમ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરાય છે કહેવાય છે કે સમગ્ર ઉત્તરગુજરાતમાં મહા શિવરાત્રીનો મહા પર્વ સિદ્ધપુરમાં આદિ અનાદિ કાળથી ધામધૂમથી ઉજવવાવામાં આવે છે અહીં શહેર સહીત તાલુકાના ગામો તેમજ આજુબાજુના ઉંઝા,મહેસાણા,પાલનપુર,અમદાવાદ,પાટણથી શિવભક્તો તેમજ ઘોડા રાખનાર વેપારીઓ પોતાના ઘોડાઓ લઈ મોટી સંખ્યામાં જોડાઈ શિવજી ના વરઘોડા માં ઘોડા ઉપર ભૂલકાઓને બેસાડી સિદ્ધપુરના સમગ્ર રાજમાર્ગ પર ફરી ધન્યતાની અનુભૂતી કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here