ડભોઇ નગરના હાર્દસમા વિસ્તારમાં આવેલ હઝરત સુખિયાપીર બાવા ના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીત મુજબ ડભોઇ બેગવાડા કાજીવાડા મસ્જિદ પાસે રહેતા મલેક શબ્બીર મિયા અજીમ મિયા ના પરિવાર દ્વારા સુખીયા પીર બાવા ની દરગાહ પર સંદલ શરીફ અર્પણ કરી ( ચઢાવી) ઉર્સની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ડભોઇ નગર અને પંથકમાં કેટલાક વિસ્તારમાં અલ્લાહના વલીયોની દરગાહ આવેલ છે જ્યાં સમયાંતરે મુસલમાની તારીખ પ્રમાણે તેઓ ના ઉર્સ નિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફુલહાર, ફુલ ની ચાદર અત્તર વગેરે નો વિધિવત ચઢાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રદ્ધાસુમન અર્પણ કરાય છે.
જ્યારે ડભોઈની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી હાલ મુસલમાનોનો રજબ માસ ચાલે છે જેમાં 25માં અને 26માં ચાંદે ડભોઇ બેગવાડા માં રહેતા મલેક સબ્બીર મિંયા અજીમ મિયા ના પરિવાર દ્વારા સુખીયા પીર બાવા ની દરગાહ પર સંદલ શરીફ ની વિધિ કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધા સાથે લોકો જોડાયા હતા જેમાં ફુલહાર ચાદર નજરો ન્યાઝ સાથે ધાર્મિક રીતરિવાજ મુજબ સંદલ ની વિધિ આટોપાઈ હતી.અને બીજા દિવસે ઉર્સની ઉજવણી પણ ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી સાથે બીજા દિવસે મુસ્લિમો ના વર્ષની પ્રથમ સબેમેરાજ (જાગરણ) ની રાત હોઈ ઉર્ષ નું મહત્વ ઘણુ વધી જતા મુસ્લિમ શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુખીયા પીર બાવા નો ઉર્ષ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યા માં ઉમટી પડી ફુલ ચાદર વગેરે નો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ઉર્ષ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહ ના વલી હજરત સુખિયાપીર બાવા ની દરગાહ ખાતે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચઢયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here