શહેરા પોલીસે ખોજલવાસા ગામમાથી ૨૯ લાખના ગાંજાની ખેતી સાથે માજી સરપંચને ઝડપી પડ્યા

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ખોજલવાસા ગામના સુથાર ફળિયામાં રહેતા અને માજી સરપંચ એવા બકુલભાઈ તેરાભાઈ બારિયા પોતાના ગામના લીમડા ફળિયા પ્રાથમિક શાળાની પાછળ છૂપી રીતે ગાંજાની ખેતી કરતાં ઝડપાઇ ગયા.

અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના ખોજલવાસા ગામના સુથાર ફળિયામાં રહેતા બકુલભાઈ બારિયા છેલ્લા કેટલાય સમયથી પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરવાનો કાળો કારોબાર ચલાવતા હતા, પરંતુ રાતોરાત માલેતુજ્જાર બનવાનું સોર્ટકટ પોલીસના કાને સાંભળતા શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. એમ. પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફે રેડ કરી માજી સરપંચના કાળા કારસ્તાનોનો પર્દાફાસ કરી દીધો હતો, આ વાત સમગ્ર શહેરા પંથકમાં ચર્ચાતા છૂપી રાહે ગાંજાનો વેપલો ચલાવતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

શહેરા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખોજલવાસા ગામના માજી સરપંચ લીમડા ફળિયા પ્રાથમિક શાળાની પાછળ પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી રહ્યા છે, જેના આધારે પોલીસે રેડ કરતાં સુથાર ફળિયામાં રહેતા બકુલભાઈ બારિયાના ખેતરમાથી નાનામાં નાના ત્રણ ફૂટના અને મોટામાં મોટા 12 ફૂટના ગાંજાના છોડ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે એફ.એસ.એલની મદદ લઈ ગાંજાના છોડની તપાસ કરી 392 કિલો 400 ગ્રામ ગાંજાનો જથ્થો હોવાનું જણાવ્યુ હતું જેની મૂળ કિંમત 29 લાખ 24 હજાર હોવાનો અનુમાન લાગવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here