સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરું કરાયેલ નવી રેલ્વે લાઈનના ગરનાળા ચોમાસામાં બન્યા લોકોની મુશીબત

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

રેલ્વેના અધિકારીઓ સહિત રાજપીપળા પ્રાનત અધિકારીની ટીમોની મુલાકાત પછી પણ સમસ્યા જસનીતસ

રેલ્વેના અધિકારીઓ ની સબમર્સીબલ પંપ મુકી પાણીનો નિકાલ થસેની હૈયા ધરપત છતા પંપ આજદીન સુધી મુકાયા જ નથી !!

તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામા પાણી ભરાયા અવર જવર માટે લોકોને હાલાકી

વિશ્વ પ્રસિધ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને રેલ્વે માર્ગ સાથે જોડવામાં આવેલ છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા બનાવવા મા આવેલ ગરનાળા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કેટલાક ગામો માટે ચોમાસા ની સીઝન મા આફત રુપ બનતા લોકો મા રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે , થોડાક દિવસ પહેલા રાજપીપળા ના પ્રાનત અધિકારી સહિત રેલ્વે ના અધિકારીઓ ની સ્થળ મુલાકાત અને સમસ્યા નો ઝડપી નિકાલ લાવવા સબમર્સીબલ પંપ મુકી પાણી નો નિકાલ થસે ની હૈયા ધરપત આપી છતાં થોડો વરસાદ વરસતા તિલકવાડા તાલુકા ના વાડીયા ગામ પાસે થી પસાર થતી રેલ્વે લાઇન નો નાળું પાણી થી ભરાતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા.

રેલ્વે તંત્ર દ્વારા તિલકવાડા તાલુકા ના વાડીયા ગામ પાસે બનાવવામાં આવેલ ગરનાળા ઓ મા ચોમાસા માં પાણી ભરાઈ જતા સર્વત્ર જળબંબાકાર થતાં વાડીયા ગામ સહિત અન્ય 16 જેટલા ગામો ના લોકો ને અવરજવર માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે થોડા વરસાદ માજ નાળા મા જળબંબાકાર થતાં લોકો અવરજવર કઇ રીતે કરે એ પશ્ર ઊભો થયો છે. થોડાક દિવસ પહેલા જ નર્મદા કલેક્ટર ના આદેશ થી રેલ્વે અધિકારીઓ સહિત રાજપીપળા પ્રાનત અધિકારી તિલકવાડા મામલતદાર નો કાફલો સ્થળ નિરીક્ષણ માટે નીકળેલ અને અને લોકો ને જણાવ્યું હતું કે સબમર્સીબલ પંપ મુકી પાણી નો નિકાલ થસે પરંતુ હજુ સુધી પંપ મુકાયા નથી ! આવું કેમ લોકો કયાં સુધી તકલીફ ભોગવસે ? વાવણી નો સમય હોય ખેડુતો પણ ભારે મુશ્કેલી મા મુકાયા છે , આ બાબતે જે નાળા ઓમાં પાણી ભરાય છે ત્યા તવરિતજ પંપ મુકાય એવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here