ડભોઇથી કરજણ રૂટ પર મીની બસને બદલે મોટી બસ મૂકવા ઉઠેલી ઉગ્ર માંગ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ કરજણ રૂટ પર મીની બસ ને બદલે મોટી બસ ક્યારે મુકાશે? પેસેન્જર તેમજ વિદ્યાર્થીઓ ની તકલીફો દૂર ક્યારે થશે જેવા સવાલો સાથે વિધાર્થી અને પેસેન્જરો ની માંગણી

ડભોઈ થી કરજણ અને કરજણ થી રીટર્ન ડભોઇ આવતી બસ વારંવાર ફરિયાદો થવા છતા કોઇ પણ નિરાકરણ ના આવતા ડભોઈ ડેપો ના અણઘટ વહીવટ પર સવાલો ઉઠવા પામ્યા છે. શુ સરકાર ને એસ.ટી ની આવક ની જરૂર નહી?
આ રૂટ પર મીની બસ હોવા થી ડભોઇ ડેપો મા થી જ પેસેન્જરો થી ભરચક થઈ જાય છે.તે પછી શીનોર ચોકડી,થરવાસાચોકડી,મોટા હબીપુરા જેવા અનેક સ્ટોપ ના પેસેન્જર રહી જાય છે આ રૂટ પર મોટી બસ ની માંગની રજૂઆત વારંવાર કરવા છતા કોઇ નિરાકરણ ડભોઈ ડેપો દ્વારા ના આવતા ગામડા થી ડભોઇ આવતા વિદ્યાર્થીનઓ ને હાલાકી પડતી હોવાથી ગામ ની વિદ્યાર્થીઓ દ્વારા ડભોઇ ડેપો મેનેજર ને લેખિત વારંવાર રજુઆત કરી હતી તે છતાં કોઇ નિરકરણ નહી આવતું. કરજણ ડભોઇ ની સવાર ની 11.10 ની બસ ડભોઇ તાલુકા ના મોટા હબીપુરા બસ સ્ટોપ પર ઉભી ન રહેતા ડભોઇ અભ્યાસ અર્થે આવતા 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ ને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે અને ડભોઇ આવવા માટે અન્ય કોઈ વાહન ન મળતા અભ્યાસ બગડી રહ્યો હોવાનું વિદ્યાર્થીઓ એ પણકહ્યું હતું સાથે જ જે બસ કરજણ થી ડભોઇ આવે છે તે મીની બસ હોવાથી બસ માં જગ્યા ફૂલ થઈ જાય છે જેના કારણે વચ્ચે ના સ્ટોપ પર બસ ઉભી નથી રાખતા હોવાનું કારણ જાણવા મળ્યું છે જેથી મીની બસ ની જગ્યા એ મોટી બસ મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here