સિધ્ધપુરના ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકીનું કોવિડ મહામારી દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ સરકાર દ્વારા સન્માન કરાયુ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિએ પ્રતિ વર્ષે ગુજરાત સરકાર દ્વારા તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરાય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીઓનો કાર્યક્રમ યોજીને ‘સુશાસન સપ્તાહ’ ની શરૂઆત કરવામાં આવી છે.કલેકટર કચેરી પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોરોના વાયરાની માહામારી દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાટણ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી સિધ્ધપુર) ચંદ્રસિંહજી સોલંકીનું પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી,જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર,મદદનીશ કલેકટર સચિન કુમાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here