વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવતા રાજકીય અખડામાં પક્ષ પલટાનું મોસમ આવ્યું…!?

મોરબી, આરીફ દિવાન :-

વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત રાજકીય નેતાઓ સેન્સ પ્રક્રિયા સાથે પક્ષને મજબૂત રાખવા અંતર્ગત હોદેદારો કાર્યકરો ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પક્ષના જ તકવાદી લાલચુ નેતાઓ પક્ષ પલટો કરે તો નવાઈ નહીં જેટલું મોટું જૂથ એટલો વિવાદ! રાજકીય નેતાઓ માટે ચૂંટણી સમયે રહેતો હોય છે તેવું રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે રહ્યું છે એવા સમયે ગુજરાતમાં વિધાનસભા 2022 ની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈ માટે અચ્છે દિનની આશા જન્મી છે તો કોઈ પોતાના ગઢમાં ગાબડા ના પડે તેની માટે ચિંતિત બન્યા છે તકને તેડા ન હોય તેમ કોંગ્રેસ ભાજપ સહિત અન્ય પક્ષો પણ પોતા ના પક્ષની ગુજરાતમાં તાકાત નું પ્રદર્શન કરવા પ્રયાસો કરી રહ્યા છે આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી અને એ આઈ એમ આઈ એમ પાર્ટીના નેતાઓ પણ પોતાના પક્ષને ગુજરાતમાં જનસંપર્ક કરી સેન્સ પ્રક્રિયા ની સાથે હોદ્દેદારોની વરણી કરી રહ્યા છે જેથી આ વિધાનસભા 2022 ની ચૂંટણી ભારે રસાકસીભરી એવા સંકેતો રાજકીય વિશ્લેષણ નેતાઓ ની સેન્સ પ્રક્રિયા માં રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે ચડયું છે એવા સમયે નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મા ચૂંટાયેલા કોંગ્રેસ ભાજપનાં નેતાઓ અન્ય પક્ષો ના ટીકીટ લેવાની લાયમાં પક્ષ પલટા કરે તો નવાઈ નહીં એ પણ એક મોટું રાજકીય ક્ષેત્રે ભૂકંપ વિધાનસભા 2022 ની ચૂંટણી માં લાવે તેવા સંકેતો મતદાર પ્રજામાં ચર્ચાના ચગડોળે ચડયા છે ત્યારે પ્રજામાં ચર્ચા એવી પણ છે કે તકવાદી નેતાઓ પોતાના પક્ષના વફાદાર ના રહી શક્યા ના હોય તે ભલા મતદાર પ્રજાના વફાદર કેમ રહે? એવા અનેક પ્રશ્નો નેતાઓ માટે ચૂંટણી પહેલા જ ચિંતનનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે ત્યારે વિધાનસભા 2022 ની ચૂંટણી આવી એટલે પક્ષ પલટા ની મોસમ લાવી જેવા સુર પ્રજામાં અને રાજકીય ક્ષેત્રે ગુંજી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here