ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર. અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ જિ.ભરૂચ મુકામે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

“ગઝલ સાહિત્ય : અતીત, વર્તમાન અને ભવિષ્ય.” વિષય ઉપર યોજાઈ ગયેલા આ પરિસંવાદમાં 100 થી વધારે વિદ્યાર્થીઓ અને વીસથી વધારે અધ્યાપકો સામેલ થયા હતા.
‘સાહિત્ય સેતુ’ વ્યારા.તથા’નર્મદા સાહિત્ય સંગમ’રાજપીપળા, સાહિત્યિક સહયોગી સંસ્થા તરીકે સહભાગી થઈ હતી.વોઈસ ઓફ નર્મદા,રાજપીપળા,ખબર બ્રિજ ન્યૂઝ,નેત્રંગ અને વર્તમાન પ્રવાહ, દમણ.મિડિયા પાર્ટનરશિપ તરીકે જોડાયા હતા.
પ્રખ્યાત કવિ અને હાસ્ય કટારલેખક ડો.રઈશ મણિયાર દ્વારા.’ગ’ ગુજરાતીનો ‘ગ’,અને ‘ગ’ ગઝલનો ‘ગ’ વિષય અંતર્ગત..’ગ’ ગમ્મતના ‘ગ’ સાથે શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.
‘તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂસાવા ક્યાં દીધો છે કક્કો? પાટીમાં રાખ્યો છે’
થી શરૂ કરીને …
‘શોધું છું પુત્રમાં ગુજરાતીપણું.
શું મેં વાવ્યું છે હવે હું શું લણું ?’…
સુધી પઠન કરીને કહેવતો,રૂઢિ પ્રયોગ,અને સાહિત્યની વાત કરીને.માતૃભાષાના વિશાળ શબ્દભંડોળનો આછો પરિચય કરાવ્યો હતો.ત્યાર પછી.ગુજરાતી ગઝલની સ્વરૂપગત વાત સમજાવી તે પહેલાં ફારસી,અરબી અને ગુજરાતી ગઝલના વિકાસની ઝલક આપી હતી.માતૃભાષા તથા ગઝલના સ્વરૂપ અને વિકાસની વાતો સાથે શ્રોતાઓની રસક્ષતિ ના થાય એ ધ્યાનમાં રાખીને હળવી શૈલીમાં સુરતી બોલીમાં પણ ગઝલ સંભળાવી હતી.સમગ્ર વક્તવ્યમાં રઈશભાઈએ શ્રોતાઓ સમજી શકે એ રીતે વિષયને ખોલી આપ્યો હતો.
કાર્યક્રમના બીજા વકતા ડો.મધુકર ખરાટે જલગાંવ મહારાષ્ટ્રથી આવ્યા હતા.એમના હિંદી ભાષાના વ્યાખ્યાન માં ગઝલના મુખ્ય બે પ્રવાહ ‘ઈશ્કે હકીકી’ અને ‘ઈશ્કે મિજાજી’ની વાત સુંદર ઉદાહરણ સહિત સમજાવી હતી.
એમણે કહ્યું હતું કે ..
‘પ્રેમી જો હૈ વો અપની પ્રેમિકાસે સિર્ફ પ્રેમકી હી બાત કરતા હૈ.યે સહી નહી હૈ..વો અપને ઘરબાર કી,અપની સમસ્યાઓ કી બાત ભી કરતા હો ??

‘મૈં ગઝલ સૂના કર ચૂપચાપ અલગ ખો ગયા,
લોગ અપને ચાહને વાલોં કે ખયાલોં મેં ખો ગયે !’

તો બીજું ઉદાહરણમાં..

‘મુઝમેં રહતેં હૈં કરોડોં લોગ, ચૂપ કૈસે રહું ?
હર ગઝલ અબ સલ્તનત નામ,એક બયાંન હૈ.’
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ,નર્મદાના અધિક કલેકટર અને પૂર્વ સંયુકત શિક્ષણસચિવ શ્રી નારાયણ માધુએ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ પદેથી શિક્ષણની વાત કરતાં જણાવ્યું હતું કે.સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ હોવા છતાં, કોલેજ અને યુનિવર્સિટીઓ હોવાં છતાં આપણાં દેશમાં કૌશલ્યોના વિકાસ માટે વિદેશોની તુલનાએ સંશોધન ખૂબ ઓછાં થાય છે…A.I.ના જમાનામાં એક વ્યક્તિના એક કૌશલ્યથી નહીં ચાલે.એક વ્યકિતએ એકથી વધુ કૌશલ્યો હસ્તગત કરવાં પડશે.અને સમય સાથે બદલાવું પડશે.શિક્ષણ વિભાગની યોજનાઓ વિશે જાણીને એનો ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા યુવાનોને સંદેશ આપ્યો હતો.
ભોજન પછીના સત્રમાં ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દપ્રયોગની ઉદાહરણ સહિત સમજ આપીને,શ્રી જોરુભા ગીડા.(પૂજ્ય બાપુ)એ સ્વરચિત ગઝલ સંભળાવી હતી.જ્યારે ડો.હિતેશ ગાંધીએ પણ કેટલીક ગઝલના ઉદાહરણ સહિત રસાસ્વાદ કરાવ્યા હતા.
સ્વરચિત કૃતિઓના પઠન માટેના સત્રનું સંકલન નૈષધ મકવાણાએ કર્યું હતું.જેમાં અનિલ મકવાણા,પ્રદીપ ચૌધરી,પ્રા.ગીતા મકવાણા,ઘનશ્યામ કુબાવત,પ્રા.રવિ વસાવા,પ્રા.જશવંત રાઠોડ અને અન્ય નવોદિત કવિઓએ કર્યું હતું.
માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરતા રહીએ તો આપણે માતૃભાષામાં સજ્જ થઈએ.અને સજ્જતા હશે તો જ સર્જનાત્મકતા જાગશે અને વધશે.
ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના પરિસંવાદ દ્વારા અભ્યાસુઓમાં બીજારોપણ થાય છે,જેના સારાં પરિણામ આવનાર વર્ષોમાં અવશ્ય મળશે.આવા પરિણામલક્ષી પરિસંવાદ નું આયોજન નેત્રંગ સરકારી કૉલેજના આચાર્યશ્રી ડો.જી.આર.પરમારના નેતૃત્વ હેઠળ થયું હતું. પરિસંવાદના સંયોજક ડો.જશવંત રાઠોડે એને સફળ કરવા જહેમત ઉઠાવી હતી. કોલેજના પ્રો. વિક્રમ ભરવાડ, ડૉ. સંજય વસાવા, પ્રો. નારણ રાઠવા, ડૉ. મોનીકા શાહ, પ્રો. દક્ષા વળવી વગેરે એ આ સેમિનાર ના આયોજન માટે યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here