જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન હોલમાં સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારી/કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૫૦ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
​જીલ્લા કલેકટર સુજલ મયાત્રાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની રાહબરી હેઠળ જિલ્લામાં કોરોના દર્દીઓની ઓળખ કરી શકાય એ માટે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલ સંકલન હોલમાં જિલ્લા સેવાસદનમાં કામ કરતા અધિકારી/કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
​જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેવાસદનમાં યોજવામાં આવેલા આ કેમ્પ દરમિયાન સેવાસદનમાં આવેલી જુદી જુદી ઓફિસમાં કાર્યરત ૨૫૦ અધિકારી/કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
​અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ જરૂરી છે. ટેસ્ટીંગ થકી ટ્રેકીંગ કરીને ટ્રીટમેન્ટ આપી શકાય એ માટે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here