છોટાઉદેપુર સહિત બોડેલીમાં સમીસાજે મોસમનો મિજાજ બદલાયો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ આગાહી કરવામાં આવી હતી જે મુજબ આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં સમીસાજે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે બોડેલી નગરમાં ધુળની ડમરી ઉડતી જોવાઈ હતી હવામાનખાતા ની આગાહી પ્રમાણે આજરોજ બોડેલીમાં તેમજ છોટાઉદેપુર જિલ્લા મા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો ભયાનક વાવાઝોડાને લઈને બોડેલી નગરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી અને ભયાનક પવન ફૂંકાયો હતો બોડેલી નગરમાં અમુક સોસાયટીઓમાં વીજળી પણ ડુલ થઈ ગઈ હતી આ કમોસણી વરસાદની આગાહીથી શિયાળુ પાકની નુકસાન ની પણ ભીતી સેવાય રહી હતી ત્યારે આ જગતનો તાત ચિંતિતમાં મુકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here